ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીદસર જશે

ગાંધીનગર : ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ (Naresh Patel) હવે કોંગ્રેસની (Congress) નજીક સરકી રહ્યા હોવાની અટકળો વચ્ચે નજીકના દિવસોમાં ભાજપના (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (C.R.Patil) તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સૌરાષ્ટ્રમાં સિદસર જઇ રહ્યાં છે. જેના પગલે સૌરાષ્ટ્રમા કડવા – લેઉવા પાટીદારના સમીકરણો પણ બદલાય તેવી સંભાવના છે.

  • કુંવરજી બાવળિયાને પણ કોંગ્રેસ મનાવી રહી હોવાની વાત
  • ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા હોવાની ચર્ચા વચ્ચે

કોંગ્રેસ હાઇકમાન્ડ હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને સક્રિય રાજનીતિમાં લાવીને ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિ આધારિત વોટ બેંક કબજે કરવા પ્રયાસ કરી રહ્યાં છે. જેના પગલે કોંગ્રેસ હવે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મુખ્યપ્રધાન પદના દાવેદાર બનાવી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતાગીરી પૂર્વ કોંગ્રેસી અને સૌરાષ્ટ્રના મજબૂત કોળી નેતા કુંવરજી બાવળિયાને પણ મનાવી રહી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ નરેશ પટેલના પુત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે, મારા પિતાએ સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.જેના પગલે તેમના વિશે જે વાતો ચાલી રહી છે તે સત્ય માનવી નહીં . 15મી એપ્રિલ સુધીમાં સરવે કરીને આખરી નિર્ણય લેવાશે.

Most Popular

To Top