Gujarat

સોમનાથનું ભાજપનું આભાર દર્શન સંમેલન આક્રોશ સંમેલનમાં ફેરવાઇ ગયું

ગાંધીનગર : ઉત્તર ગુજરાતના (Gujarat) ભાજપના (BJP) બે ઉમેદવારોએ પોતાના પરાજયની હારનું ઠીકરૂ પાર્ટીના જ કાર્યકરો પર ફોડ્યું હતું. તે પછી હવે હવે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બેઠકના ભાજપના હારેલા ઉમેદવાર માનસિંહ પરામારે પણ પારાજયનું ઠીકરૂ પાર્ટીના કાર્યકરો તથા નેતાઓ (Leader) પર ફોડ્યું છે.

  • મરદના દિકરા હોય તો, સામી છાતીએ આવો તો ખબર પડે: માનસિંહ પરમાર
  • સોમનાથના ભાજપના હારેલા ઉમેદવારે હારનું ઠીકરું કાર્યકરો ઉપર ફોડ્યું

આ બેઠક ઉપરથી કોંગ્રેસના વિમલ ચુડાસમાનો 922 મતોથી વિજય થયો છે. ત્યારે ભાજપના પરાજિત ઉમેદવાર માનસિંહ પરમારે પાર્ટીના સંમેલનમાં કહ્યું હતું કે, પાર્ટીના કેટલાંક જયચંદ તથા ગદ્દારોએ જ મને હરાવ્યો છે. ચૂંટણી પછી આભાર દર્શન માટે મળેલા સંમેલન હકીકતમાં આક્રોશ વ્યકત્ત કરતાં આક્રોશ દર્શન સંમેલનમાં ફેરવાઈ ગયું છે. પરમારે કહ્યું હતું કે, પક્ષના જ કેટલાંક ગદ્દારોના કારણે મારો પરાજય થયો છે. આવા લોકોને હું આજીવન માફ કરવાનો નથી અને સમયાંતરે તેનો હિસાબ થશે.મારી સાથે નહીં પણ 2 લાખ 62 હજાર મતદારો સાથે પાપ કરવામાં આવ્યું છે.

બીજી તરફ ઉમેદવારના કાકા તથા પૂર્વ ધારાસભ્ય ગોવિદ પરમારે કહ્યું હતું કે, મોઢે માંગ્યા એટલા રૂપિયા આપવા છતાં પીઠ પાછળ લોકોએ ગદ્દારી કરી છે. આવા પાર્ટીના ગદ્દારોને ઓળખી લેવા આહ્વાન કર્યું હતું. મિત્રો હાર જીત તો રાજનીતિમાં ચાલ્યા કરે, પણ આ લોકોએ પાછળથી ઘા માર્યા છે. મરદના દિકરા હોય તો, સામી છાતીએ આવો તો ખબર પડે… 900 મતોથી હારવાનું છે તેવી ખબર હોત તો હું ધાડ પાડીને 900 મત લઈ આવતો તેવો હુંકાર પણ તેમણે કર્યો હતો. કોંગીના જીગ્નેશ મેવાણી સામે હારેલા મણીભાઈ વાઘેલાએ ગાંધીનગરમાં કહ્યું હતું કે, સમાધાન થયું હોવા છતાં એક સમાજના 35થી 40 મતો કોંગ્રેસમાં જતાં રહ્યા તેના કારણે હું હાર્યો છું. વાઘેલાનો ઈશારો આંજણા ચૌધરી સમાજના મતો તરફનો હતો.

Most Popular

To Top