ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આજે ત્રી પાંખિયો જંગ ખેલાશે. રાજ્યનાં તમામ શહેરોમાં મતગણતરી શરુ થઇ ગઈ છે. જેમ જેમ EVM ખુલશે તેમ તેમ ગુજરાતનો તાજ કોના શિરે જશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે. ગુજરાતની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો આવશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 ડિસેમ્બરે શપથવિધિ
10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 11 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે નવી સરકારની શપથવિધિની શક્યતા.
કલમલ ખાતે CM અને CRની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ ઓફિસ પહોંચી ગયા છે અને ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીતની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યકરોએ કમલમ ઓફિસમાં મીઠાઈ વહેંચી છે. ભાજપે માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. જેથી હવે ગુજરાતમાં ભાજપ સ્પષ્ટ બહુમતીની સરકાર બનાવે છે એ નક્કી થઇ ગયું છે. જેના કારણે 11 વાગ્યા બાદ જ ઉજવણી શરુ થઇ ગઈ હતી.
ભાજપનો 150 સીટનો રેકોર્ડ
ગુજરાતમના ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે. હાલનાં ટ્રેન્ડ પ્રમાણે ભાજપ 150 સીટ પર આગળ વધી રહ્યું છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે આપનો હવાઈ મહેલ તૂટી રહ્યો છે. ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વોરાએ હાર સ્વીકારી છે તેઓએ જણાવ્યું કે, આપ ભાજપની બી ટીમ છે, આપ કોંગ્રેસના મતો કાપી રહયુ છે.
Live Update
- સુરત ઉત્તર પર ભાજપની જંગી સરસાઈથી જીત, કાંતિ બલર 34,472 મત થી જીત્યા
- સુરત પૂર્વ પરથી અરવિંદ રાણાની 13,900 મતથી જીત
- કોંગ્રેસનાં પરેશ ધાનાણીની અમરેલી સીટ પરથી હાર
- કતારગામ બેઠક પર થી આપના ગોપાલ ઈટાલીયાની હાર
- વરાછા બેઠક પર કાકા કાનાણીની જીત ભત્રીજા અલ્પેશની હાર
- આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો
- આપે ગુજરાતમાં ખાતું ખોલ્યું,જામ જોધપુર બેઠક પરથી જીત મેળવી
- પોરબંદર બેઠક પર 10 વર્ષ બાદ અર્જુન મોઢવાડિયાની જીત
- ઇસુદાન ગઢવી 11 હજાર મતથી પાછળ
- રાજકોટ (પશ્ચિમ) બેઠક પર દર્શિતા શાહે 54000ની લીડથી વિજય રૂપાણીનો રેકોર્ડ તોડ્યો
- સુરત જીલ્લાની ચોર્યાસી બેઠક પર ભાજપના સંદીપ દેસાઈની જીત
- વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની હાર, અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલા વિજેતા
- દ્વારકામાં પબુભા માણેક અને જસદણમાં કુંવરજી બાવળીયાની જીત
- ભાજપની 11 ડિસેમ્બરે શપથ વિધિ યોજાશે, તમામ રાજ્યોનાં મુખ્યમંત્રી રહેશે હાજર
- ગાંધીનગર દક્ષિણમાં ભાજપનાં અલ્પેશ ઠાકોર 29125 મતથી આગળ, કોંગ્રેસનાં હિમાંશુ પટેલને 22915 મત
- તળાજા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ગૌતમ ચૌહાણ 7,897 મતથી આગળ
- મહુવા વિધાનસભા બેઠક પર ભાજપના શીવાભાઇ ગોહિલ 7073 મતથી આગળ
- ભાવનગરની સાત વિધાનસભા બેઠકમાં છ બેઠક પર ભાજપ આગળ જ્યારે ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટી આગળ
- ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સેજલબેન 14,337 મતથી આગળ
- પાલીતાણા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર ભીખાભાઈ બારૈયા ની લીડ ઘટી 6772 મતથી આગળ
- ગારીયાધાર વિધાનસભા બેઠક પર પાંચમાં રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના સુધીરભાઈ વાઘાણી 8,806 મતથી આગળ
- અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય બહાર ઉજવણી
- ભુપેન્દ્ર પટેલ અને સી.આર પાટીલ 12 વાગ્યે કમલમ પહોંચશે
- પરેશ ધાનાણી 7 હજાર મતથી આગળ
- ધોરાજી બેઠક પર કોંગ્રેસના લલિત વોરાએ હાર સ્વીકારી, આપ ભાજપની બી ટીમ છે, આપ કોંગ્રેસના મતો કાપી રહયુ છે
- શરુઆતનાં ટ્રેન્ડમાં ભાજપ આગળ, ગાંધીનગર કમલમમાં ઉજવણી શરૂ
- ઇસુદાન ગઢવી 3100 મતે આગળ
- હર્ષ સંઘવી 6000 મતથી આગળ, હાર્દિક પટેલ પાછળ
- ઇસુદાન ગઢવીને 2100થી વધુની લીડ
- બોટાદ અને ચોટીલામાં આપનું ઝાડું ફર્યું, રીવાબા ફરી આગળ થયા
- પ્રથમ રાઉન્ડમાં કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ચોધરી આગળ
- ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલ પ્રથમ રાઉન્ડમાં આગળ
- 173 ડાંગ વિધાનસભામાં ત્રીજા રાઉન્ડમાં 249 મતથી ભાજપ આગળ કુલ 371 મતથી ભાજપ આગળ
- બનાસકાંઠામાં પહેલા રાઉન્ડમાં ભાજપ આગળ
- પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ
- કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
- સુરતની વરાછા બેઠક પરથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
- ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ
- વિરમગામમાં ભાજપનાં હાર્દિક પટેલ પાછળ અને આપ આગળ
- ઘાટલોડીયા બેઠક પરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગળ
- ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ
- ધાનેરામાં અપક્ષ ઉમેદવાર માવજી દેસાઈ આગળ
- અમદાવાદની 16 બેઠક પર ભાજપ આગળ, 5 બેઠક પર કોંગ્રેસ આગળ
- વડોદરાની 10 બેઠક પર ભાજપ આગળ
- આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા પાછળ
- નડિયાદથી ભાજપના પંકજ દેસાઈ આગળ
- વિરમગામમાં બીજા રાઉન્ડમાં હાર્દિક પટેલ આગળ
- ડભોઈમાં ભાજપના શેલૈષે સોટ્ટા આગળ
- પાદરામાં અપક્ષ દિનેશ પટેલ(દિનુમામા) આગળ
- વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ
- દાહોદની ઝાલોદ બેઠક પર આપના ઉમેદવાર આગળ
- શહેરમાં ભાજપના જેઠા ભરવાડ આગળ
મધ્ય ગુજરાતમાં ભાજપ 48 બેઠક પર આગળ
મધ્ય ગુજરાતની 61માંથી 48 બેઠક પર ભાજપ આગળ છે અને 13 બેઠક પર કોંગ્રેસ આગળ છે. ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે.
ઉત્તર ગુજરાત ભાજપ આગળ
ઉત્તર ગુજરાતમાં ભાજપ આગળ છે. 32માંથી 25 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ આગળ છે. થરાદમાં શંકર ચૌધરી અને ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર આગળ તો વાવ, થરાદ અને દિયોદરમાં ભાજપ આગળ છે.
મતગણતરી પહેલાં જ મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ
મહેસાણામાં મતગણતરી શરુ થાય પહેલાં જ મતગણતરી કેન્દ્રની ચાવી ગુમ થઇ જતા અફરાતફરી મચી હતી. તો મોડાસાના GEC મત ગણત્રી કેન્દ્ર પર બિનવારસી બેલેટ પેટી મળી આવી હતી. જોકે, ધ્યાને જતા કર્મચારીએ પેટી ઉઠાવી હતી.
આપના સી.એમ પદનાં ઉમેદવાર ઈસુદાન ગઢવી આગળ
બેલેટ પેપરની મત ગણતરીમાં ખંભાળિયા બેઠક પર આપનાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા. પરંતુ બાદમાં પાછળ થઈ ગયા હતા પરંતુ હાલ ફરી આગળ ચાલી રહ્યા છે. દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે. રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુ મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે. જ્યારે જામનગરમાં રીવાબા અને ભાવનગર પશ્ચિ જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે.
ગુજરાતમાં ભાજપ સુપડા સાફ કરવા તરફ
ગુજરાતમાં શરુઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ વધી રહ્યું છે. ભાજપ અડધો આંકડો પાર કરી ગઈ છે. 110 બેઠકો પર ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ 34 બેઠકો ઉપર આગળ છે. તો આમ આદમી પાર્ટી ચાર બેઠકો પર આગળ છે.
અમદાવાદમાં મતગણતરી શરુ
અમદાવાદમાં મતગણતરી શરુ થઇ ગઈ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક પર મત ગણતરી કરવામાં આવી રહી છે. શરૂઆત બેલેટ પેપરથી કરવામાં આવી છે. તમામ ઉમેદવાર મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અને જીતનો દાવો પણ કરી રહ્યા છે. ઉમેદવારોની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર ઉમટ્યા છે.મત ગણતરી કેન્દ્રની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તથા મતગણતરી બહારના રોડ રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.
મતગણતરીની વિડીયોગ્રાફી કરાશે
મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે.