ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આજે ચૂંટણી જાહેર થાય તે આજે સવારે રાજય સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજયમાં હોમગાર્ડ તથા જીઆરડી જવાનોના પગાર -ભથ્થમાં વધારો કર્યો છે. હવેથી હોમગાર્ડના જવાનોને 300ના બદલે પ્રતિદિન મળશે રૂ. 450 વેતન અને GRD જવાનોને 200 ના બદલે પ્રતિદિન 300 રૂ. વેતન મળશે. 1 નવેમ્બર 2022થી આ વધારો અમલી બનશે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના પગાર વધારાથી સરકારી તિજોરી પર 195 કરોડ રૂપિયાનો બોજો પડશે.
ગાંધીનગર ખાતે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં હોમ ગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતાં કહયું હતું કે સરકારે હોમ ગાર્ડ અને GRD જવાનોના ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવેથી હોમ ગાર્ડનાં સભ્યને પ્રતિદિન 300 રૂપિયાને બદલે 450 રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે GRD જવાનોને 200 રૂપિયાને બદલે 300 રૂપિયા પ્રતિદિન મળશે. 150 અને 100 રૂપિયાની ટકાવારીની ગણતરી કરીએ એટલે દર વર્ષે 195 કરોડનો વધારો કર્યો છે.1 નવેમ્બર 2022 થી માનદ વેતનમાં કરાયેલો સુધારો લાગુ પડશે.સરકારે આ વર્ષે અંદાજે 750 કરોડ રૂપિયાનો પોલીસના અલગ અલગ સંવર્ગના કર્મચારીઓ માટે પગાર -ભથ્થામાં વધારો કર્યો છે.