ગાંધીનગર(Gandhinagar) : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના (Corona) કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. આજે નવા 12753 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી વધુ પાંચ દર્દીનાં મોત (Dead) થયા છે. જેમાં સુરત ગ્રામ્યમાં 2, અમદાવાદ શહેર, સુરત શહેર, પંચમહાલમાં 1-1 મળી કુલ 5 દર્દીનાં મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 10,164 દર્દીના મૃત્યુ થયાં છે.
રાજ્યમાં કોરોના ત્રીજા વેવમાં કેસ રોકેટ ગતિએ વધી રહ્યો છે, તેની સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધી રહી છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 70374 થવા પામી છે. જેમાંથી 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 70279 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 5984 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 91.42 ટકા થયો છે.
રાજ્યમાં આજે સૌથી વધુ નવા કેસ અમદાવાદ શહેરમાં 4340 નોંધાયા છે, તેવી જ રીતે સુરત શહેરમાં 2955, વડોદરા શહેરમાં 1207, સુરત ગ્રામ્ય 464, રાજકોટ મનપા 461, વલસાડમાં 340, નવસારીમાં 300, ભરૂચમાં 284, ગાંધીનગર શહેરમાં 212, જામનગર શહેરમાં 210, ભાવનગર શહેરમાં 202, મોરબીમાં 182, મહેસાણામાં 152, કચ્છમાં 149, પાટણમાં 122, રાજકોટમાં 120, વડોદરા ગ્રામ્યમાં 106, ખેડામાં 102, ગાંધીનગર ગ્રામ્યમાં 96, બનાસકાઠામાં 91, સુરેન્દ્રનગરમાં 75, અમદાવાદ ગ્રામ્યમાં 69, જૂનાગઢ શહેરમાં 59, જામનગર ગ્રામ્યમાં 55, ગીર સોમનાથમાં 51, આણંદમાં 44, અમરેલીમાં 43, દેવભૂમિ દ્વારકામાં 41, નર્મદામાં 35, ભાવનગર ગ્રામ્યમાં 32, દાહોદ, પચંમહાલમાં 31-31, મહીસાગર, સાબરકાંઠામાં 20-20, પોરબંદર, તાપીમાં 19-19, જૂનાગઢ ગ્રામ્યમાં 10, બોટાદમાં 2, અરવલ્લી, છોટાઉદેપુરમાં 1-1 મળી કુલ 12753 કેસ નોંધાયા છે.
રાજ્યમાં દિવસ દરમિયાન 2.63 લાખ લોકોનું રસીકરણ
રાજયમાં આજે દિવસ દરમિયાન 2.63 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયું છે. જેમાં 69244 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 7311 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 23942 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 42220 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 62142 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 58291 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,50,62,411 લોકોને રસી આપવામાં આવી છે.