ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૩૯૯ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે
રાજ્યમાં ૩૦,૬૭૪ સરકારી, ૫૫૮ ગ્રાન્ટેડ અને ૧૦,૮૭૯-ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. બે વર્ષના કોરોના કાળમાં પણ રાજ્યમાં ૩૯૯-ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે. જ્યારે માત્ર ૧૯ સરકારી પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે જ્યારે ગ્રાન્ટેડ એક પણ નવી પ્રાથમિક શાળાને મંજુરી આપવામાં આવી નથી.
રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૪૪ નવી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં ૨૫, વલસાડ જિલ્લામાં ૧૩, ડાંગ જિલ્લામાં ૨, નવસારી જિલ્લામાં ૬ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજુરી આપવામાં આવી છે.