Gujarat

સરકાર પ્રિકોશન ડોઝ માટેનું અભિયાન શરૂ કરે તેવી સંભાવના

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) સંક્રમણના નવા વેરિયન્ટના કેસોના ભયસ્થાન વચ્ચે રાજ્ય સરકારે પ્રિકોશન ડોઝ માટેનું અભિયાન શરૂ કરે તેવી સંભાવના છે. જે લોકોએ પ્રિકોશન ડોઝ લીધા નથી તેમને માહિતગાર કરીને આ ડોઝ અપાવવાનું શરૂ કરવાનું આયોજન છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણ શરૂ થયા પછી અત્યાર સુધીમાં કુલ 12,77,30,929 લોકોએ વેક્સિનના ડોઝ લીધા છે, જો કે પ્રિકોશન ડોઝ લેવાનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે.

કોરોના જતો રહ્યો છે તેમ સમજીને લોકો પ્રિકોશન ડોઝ લેતાં નથી. અત્યાર સુધીમાં માત્ર 33 ટકા લોકોએ આ ડોઝ લીધો છે. આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે પ્રિકોશન ડોઝ લેનારાની કુલ સંખ્યા 1,34,09,826 થઇ છે. આ સંખ્યા 18 થી 59 વર્ષની વય ધરાવતા લોકોની છે. આજે બુધવારે કોરોના કેસની સંખ્યા માત્ર પાંચ જોવા મળી છે જેમાં અમદાવાદ જિલ્લો, અમદાવાદ શહેર, બનાસકાંઠા, રાજકોટ અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,66,454 લોકોએ કોરોનાને માત આપી છે. કુલ મૃત્યુ 11043 છે. આરોગ્યના આંકડા પ્રમાણે હાલ કુલ 23 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top