Gujarat

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે, ભાજપનાં બંને ઉમેદવારોની બિનહરીફ જીત !

ગાંધીનગર (Gandhinagar): રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા તેના બે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાને ભાજપે ટિકિટ આપી છે. આ બંને બેઠકો કોરોનાથી (Corona Virus/Covid-19) કોંગ્રેસના નેતા અહેમદ પટેલ અને સાસંદ અભય ભારદ્વાજ (MP Abhay Bhardwaj) નિધન પછી રાજ્યસભામાં ભાજપની બેઠક ખાલી પડી હતી. જોકે, કોંગ્રેસે ઉમેદવારો નહીં ઉભા કરવાનો નિર્ણય લીધો છે.

રસપ્રદ વાત એ છે કે આ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા કરી રહી નથી. કારણ કે ચૂંટણી પંચે બંને બેઠકો માટે અલગથી ચૂંટણી યોજવાની ઘોષણા કરી છે અને જો ચૂંટણી જુદી જુદી હોય તો કોંગ્રેસ પાસે આ ચૂંટણી જીતવા માટે પૂરતા ધારાસભ્યો નથી. સાથે જ હાલ કોંગ્રેસનાં ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નથી અને સભ્ય સંખ્યાબળ ના હોવાથી કોંગ્રેસનો આ નિર્ણય ભાજપનાં બંને ઉમેદવારોની જીત બિનહરીફરીતે નિશ્ચિત કરી શકે છે.

ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી

મંગળવારે ભાજપે પોતાના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. સમાચાર આવ્યા છે કે ભાજપે સાંસદ અજય ભારદ્રાજના વિકલ્પરૂપે ‘મારૂતી કુરિયર્સ’ના (Maruti Couriers) ચેરમેન અને ફાઉન્ડર રામભાઈ મોકરિયાને (Rambhai Mokriya) અને દિનેશ પ્રજાપતિ (Dinesh Prajapati)ને ટિકિટ આપી છે. ભાજપના બે ઉમેદવારોમાં સૌથી વધુ ચર્ચિત રામભાઇ મોકરીયા છે, જે પોરબંદરના છે, જેમની રાજનીતિમાં કોઈ સક્રિય ભૂમિકા નથી. રામભાઇ મોકરીયા મારુતિ કુરિયર કંપનીના માલિક છે, જે મારુતિ નામથી વિવિધ કંપનીઓ ચલાવે છે.  દિનેશ પ્રજાપતિ ઉત્તર ગુજરાતના છે, જે ભાજપના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાજપના ટિકિટ મેળવનારા રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે અમે લોકોના વિકાસ માટે કામ કરીશું અને પાર્ટીના નેતાઓના માર્ગદર્શન હેઠળ આગળ વધશું. 

ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિની પસંદગી

હાલમાં રાજ્યસભાની કુલ 11 બેઠકોમાંથી 7 જેટલી ભાજપ પાસે છે. પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર અને અભય ભારદ્વાજ આ બેઠકોના સાંસદ છે. જેમાંથી અભય ભારદ્રાજનું કોરોનાના કારણે નિધન થયુ હતુ. બીજી બાજુ કોંગ્રેસે પણ પોતાના ચાણ્ક્ય અહમદ પટેલને કોરોનામાં ગુમાવ્યા છે. આમ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના વરિષ્ઠ સાંસદો કોરોનામાં ગુમાવ્યા હતા.

ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ (Senior Congress leader late Ahmed Patel) અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવાની હતી. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી બંને બેઠકોનું મતદાન અલગ અલગ થવાનું હોય દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરીયાની જીત બિન હરીફ નિશ્ચિત થઇ શકે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top