Gujarat

કેમ વિધાનસભાના અધ્યક્ષને કહ્યું ‘મને બોલવા દો, મને રક્ષણ આપો’?

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગુરૂવારે (Thursday) પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના કરોડો રૂપિયાનો જથ્થો જપ્ત થવાના પ્રશ્નના મામલે કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ ભારે આક્રમક થઈ હોબાળો મચાવ્યો હતો. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જવાબ આપવા માટે ઊભા થયા હતા, પરંતુ કોંગ્રેસના સભ્યો દ્વારા ભારે ધાંધલ-ધમાલ અને હોબાળો કરવામાં આવતા તેઓ જવાબ આપી શક્યા નહોતા. ભારે હંગામો થતાં અધ્યક્ષે પ્રશ્નોત્તરી સમય પૂર્ણ કરી ગૃહને મુલતવી રાખ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાતમાંથી મોટા પાયે ડ્રગ્સ અને દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે, તે અંગે આંકડા સહિત વિગતો કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે આપી હતી. રાજ્યમાં કડક દારૂબંધી અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાં અંગે જવાબ રજૂ કરવા ગૃહરાજ્યમંત્ર હર્ષ સંઘવી ઊભા થયા હતા, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. વિધાનસભા ગૃહમાં ભારે હંગામો થતાં હર્ષ સંઘવી પોતાનો જવાબ રજુ કરી શકતા નહોતા. તેમણે વારંવાર વિધાનસભાના અધ્યક્ષને કહ્યું હતું કે ‘મને બોલવા દો, મને રક્ષણ આપો.’ તેમ છતાં કોંગ્રેસના સભ્યોએ આક્રમકતાથી હંગામો ચાલુ રાખ્યો હતો. આખરે વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ પ્રશ્નોત્તરી સમય પૂર્ણ કરી છ મિનિટ માટે ગૃહ મોકૂફ રાખ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડના હેરોઈન સાથે કેન્યાના બે પ્રવાસી પકડાયા
ગાંધીનગર: અમદાવાદના એરપોર્ટ પરથી રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમે કેન્યાના બે પ્રવાસીની ધરપકડ કરીને તેમની પાસેથી અંદાજિત 60 કરોડનું 8.5 કિલો હેરોઈન મળી આવતા તે જપ્ત કરી લીધું છે. ડીઆરઆઈને અગાઉથી બાતમી મળી હતી કે, કેન્યાના બે પ્રવાસીઓ તેમની સાથે હેરોઈન લઈને આવી રહ્યા છે. જેના પગલે તેમની બેગોની સધન ચકાસણી કરાઈ હતી. આ બેગો ખાલી હતી. તે પછી બેગના સાઈટના પડખામાં તપાસ કરતાં તેમાં ભેદી ખાના મળી આવ્યા હતા. જેમા 8.5 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. ફોરેન્સિક નિષ્ણાંતોની મદદ વડે ફિલ્ડ ફોરેન્સિક કિટ વડે તપાસ કરતાં તે હેરોઈન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બંને પ્રવાસીઓ ડ્રગ્સ સિન્ડીકેટ સાથે સંકળયેલા
બન્ને ધરપકડ કરાયેલા કેન્યાના પ્રવાસીઓની પુછપરછ હાથ ધરાતા તેઓએ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓની ટીમ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓ ડ્રગ્સ સિન્ડીકેટ સાથે સંકળયેલા છે. એટલું જ નહીં હોસ્પિટલમાં સારવાર લેવાની હોવાથી તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદના એરપોર્ટ પરથી રેવન્યૂ ઈન્ટેલિન્સના અધિકારીઓની ટીમ દ્વારા 1 કિલો 800 ગ્રામ હેરોઈન જપ્ત કરાયુ હતું. આ કેસમાં યુગાન્ડાથી આવેલા બે પ્રવાસીઓની ધરપકડ કરી લેવાઈ હતી.

Most Popular

To Top