ગાંધીનગર : આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જિલ્લામાં રૂ. ૧૩૬ કરોડના પ૬ જેટલા વિવિધ વિકાસ કામોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પમી મેના રોજ લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે. છોટાઉદેપૂર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા માટે રૂ. ૮૬.ર૧ કરોડની ૪ જૂથ પાણી પુરવઠા યોજના, રૂપિયા ૧ર કરોડના ખર્ચે નવનિર્મિત ૩ જેટલા રોડ-રસ્તાના કામો તેમજ જિલ્લામાં જુદા જુદા ગામો-સેજામાં રૂ. ર કરોડના ખર્ચે નિર્માણ થયેલી ર૯ નવી આંગણવાડીઓનું લોકાર્પણ કરશે. આવતીકાલ તા.પમી મેને ગુરૂવારે સવારે ૧૦ કલાકે છોટાઉદેપૂરની એસ.એન કોલેજના મેદાનમાં યોજાનારા આ કાર્યક્રમમાં જળસંપત્તિ-પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથાર પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં છોટાઉદેપૂર જિલ્લામાં રૂ. ૩૧.પ૦ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧પ જેટલા રોડ-રસ્તા કામોનું ખાતમુર્હૂત કરશે.
છોટાઉદેપૂરમાં આજે 136 કરોડ રૂપિયાના 56 વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત
By
Posted on