Gujarat

ગુજરાતથી રવાના થતાં પહેલા પીએમ મોદીએ રાજભવનમાં મહત્વની બેઠક યોજી

ગાંધીનગર: બપોરે નવી દિલ્હી (New Delhi) જવા રવાના થતાં પહેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે બપોરે ગાંધીનગરમાં (Gandhinagar) સરકાર તથા સંગઠ્ઠનના વડા સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, પ્રદેશ ભાજપના સંગટ્ઠન મહામંત્રી રત્નાકર, ચીફ સેક્રેટરી રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મંત્રી મંડળમાં વિસ્તરણ, સંગઠ્ઠનમાં ફેરફાર, બોર્ડ નિગમોમાં નિમણૂંકો, સરકારની કામગીરીની સમીક્ષા તથા મહત્વના વિકાસ પ્રોજેકટની કામગીરીમાં કેટલી પ્રગતિ થઈ તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યુ છે.

ગાંધીનગરમાં સચિવાલયના તંત્રમાં નજીકના દિવસોમાં ફેરફાર આવી શકે છે. અંદાજે દોઢ કલાક સુધી આ બેઠકનો દોર ચાલ્યો હતો. બેઠક સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ ચર્ચામાં મેટ્રો ટ્રેન, બૂલેટ ટ્રેન તથા સાબરમતી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ સહિતના પ્રોજેકટ પર પણ ચર્ચા થવા પામી હતી. મેચ શરૂ થયા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગર રાજભવન ખાતે હંકારી ગયા હતા. જેમાં સરકાર અને સંગઠ્ઠનની મહત્વની બેઠકોનો દોર યોજાયો હતો. કેટલાંક મહત્વના રાજકિય મુદ્દાઓ પર પણ ચર્ચા થવા પામી હોવાનું મનાય છે.

Most Popular

To Top