ગાંધીનગર: કેન્દ્ર સરકારના સફળતાના 9 વર્ષ પુર્ણ થઈ રહ્યાં છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય છબી, ભારતીય સંસ્કૃતિના પુન: સ્થાપનાના, ગરીબ કલ્યાણના, યુવાનોની આંકક્ષા પુરતીના, મહિલા સશક્તિકરણના, ખેડૂત કલ્યાણના છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે જી-20નું યજમાન કરી રહ્યું છે. ભારતના યોગને સમગ્ર વિશ્વએ અપનાવ્યું છે, અને આજે યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસમાં સૌએ જોયું કે કેટલાક વિશ્વના નેતાઓ મોદી સાહેબને બોસ કહે છે તો કોઇક નેતાઓ નમન કરી સન્માન આપે છે આ સન્માન સમગ્ર દેશની જનતાનું સન્માન છે, નવા ભારતનું સન્માન છે. વડાપ્રધાને આપેલા વન સન, વન અર્થ, વન ગ્રીડના સુત્રને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે, તેવું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે ગઇકાલે દેશના નવા સંસદ ભવનનું લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે. નવા ભારતની નવી નીતી રીતી બનાવનાર આ ભવનમાં સેંગોલની સ્થાપના કરી ભારતની સંસ્કૃતિને પુનસ્થાપિત કરી છે. કેન્દ્ર સરકાર સરકાર ગરીબ,દલિત-પીડિત શોસિત અને વંચિતોને સંમર્પિત સરકાર છે. કોરોના મહામારીમાં ગરિબ કલ્યાણ અન્ન યોજના લાગુ કરીને દેશના કરોડો ગરિબોને મફત અનાજ આપ્યું. આજે દેશના લોકો ગર્વ સાથે કહી છે કે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોનોમીક સિસ્ટમ બન્યું છે. જેમાં ગુજરાતમાં પણ 850થી વધુ સ્ટાર્ટઅપ કાર્યરત છે. આજે ખેલકુદમાં ભારતના યુવા ખેલાડીઓને તક મળે તે માટે પ્રયાસો કર્યા, મહિલા સશક્તિકરણ, ત્રિપલ તલાક કાયદાનો અમલ, દેશની ગરીબ મહિલાઓને ચુલાથી મુક્તિ આપવા ઉજવલા યોજના થકી 39 લાખ મહિલાઓને રાંઘણ ગેસ આપવામાં આવે છે, કિસાન કલ્યાણ યોજનાથી દેશના ખેડૂતોને સાચા અર્થમાં સશ્કત કરવાનું કામ સરકારે કર્યું છે. દેશના ખેડૂતોને કિશાન સન્માનનિધી યોજના થકી વર્ષે 6 હજાર સીધા ખાતામાં જમા થાય છે. આરોગ્યલક્ષીમાં કેન્દ્ર સરકારે વધુ ધ્યાન આપ્યું છે જેમાં દેશના સામાન્ય નાગરિકએ ઉત્તમ સારવાર અને સસ્તી દવા મળે તે માટે જન ઔષધી કેન્દ્રોની સ્થાપના કરી છે.