Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક વર્ષમાં ગુજરાતે મોટી હરણ ફાળ ભરી

સુરત: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં અનેક યોજનાઓ લાગુ કરી હતી. આ જ દિશામાં આગળ વધીને જૂન 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ સહિતની અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.

યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-23) 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે. એક વર્ષમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા જાહેર કરાયેલ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (GGI) 2021 કમ્પોઝિટ રેન્ક સ્કોરમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે 10 માંથી પાંચ ક્ષેત્રોમાં 5.66 (અગાઉના ઈન્ડેક્સ કરતાં 12.3% વધુ)ના સ્કોર સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગિતાઓ, આર્થિક શાસન, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુશાસનનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી નાગરિકો સુધી સુવિધાઓ સરળતાથી પહોંચે. અત્યારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ માં ગુજરાતે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તે દિશામાં મકક્મતાથી આગળ વધી રહ્યું છે.

એક વર્ષમાં કઈ કઈ યોજના શરૂ કરાઈ
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના: મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણસ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસકરવાનું જણાવવામાં આવ્યું હતું. વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેકટ: આ પ્રોજેક્ટ થકી વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 4.50 લાખ લોકો સુધી પાણી પહોંચાડાયું હતું. વર્ષ 2001ના સમયગાળા પહેલા ગુજરાત પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું. જે દિવસથી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે ગુજરાતના દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી પર્યાપ્ત પાણી પૂરું પાડવાને પોતાનું મિશન બનાવ્યું હતું અને પોતાના નક્કર પ્રયાસ થકી તેમણે આ મિશન સાકાર પણ કરી બતાવ્યું. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આ મિશનને આગળ ધપાવી રહી છે. –

ડ્રોન ટેક્નોલોજીથી જંતુનાશક દવાઓના છંટકાવ માટે રૂ. 35 કરોડની ફાળવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સુધારવા પર ખૂબ ભાર મૂક્યો હતો. ખેડૂતોને સબસીડી આપવાથી માંડીને વીજળીનો અવિરત પુરવઠો પૂરો પાડવા સુધી તેમણે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કર્યા. ગુજરાત સરકારે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપ વધારીને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં વિવિધ યોજનાઓ અને નિર્ણયો લાગૂ કર્યા છે. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય અને જંતુનાશક દવાઓના છંટકાવામાં સમયની પણ બચત થાય તે હેતૂથી, રાજ્ય સરકારે નેનો યુરીયા ખાતરને ડ્રોનની મદદથી છંટકાવ કરવા માટે રૂ. 35 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.-

રાજ્યના 4 હજાર ગામમાં ફ્રી વાઇફાઇ પહોંચાડવા કવાયત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે ગુજરાતમાં નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા પહોંચતી કરવા માટે નેમને સાકાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેના માટે રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંકે કહ્યું કે છેવાડાના માનવી સુધી યોજનાના લાભોની સાથે વિકાસનું કાર્ય પહોંચે તેનો સંનિષ્ઠ પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી, પાણી સહિતની અનેકવિધ પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતોથી વિકાસની બુલંદી સુધી: 26 જાન્યુઆરી 2001ના અચાનક ત્રાટકેલા ભયાવહ ભૂકંપથી કચ્છમાં ભારે ઉથલપાથલ થઈ હતી. કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. કચ્છમાં અત્યારે 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ચાલી રહ્યું છે જેમાં સોલાર અને વિન્ડ પાવરની મદદથી ઉર્જા પેદા કરવામાં આવશે. 2022 સુધી દેશની રિન્યુએલબ ઉર્જાની ક્ષમતા 175 ગીગાવોટ સુધી લઇ જવામાં આ પાર્કની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેવાની છે. સાથે જ ડિસેલીનેશન પ્લાન્ટની કામગીરી પણ ચાલી રહી છે જેનાથી 10 કરોડ લિટર પાણીનું દરરોજ ડિસેલીનેશન કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન બન્યા પછી મોદીએ આ પ્રકારના વિકાસકાર્યોની ભેટ આપીને તેમના કચ્છ પ્રેમને ઉજાગર કર્યો છે. નાગરિકોને કેન્દ્રમાં રાખીને સમગ્ર જિલ્લાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે હંમેશા તેમની નીતિઓનું મહત્વપૂર્ણ પાસું રહ્યું છે. આગામી દિવસોમાં કચ્છની આ વિકાસયાત્રાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવશે. તે ફરી કચ્છની ભૂમિકાને એક અલગ રીતે બદલી નાખશે.

નવી સરકારનું એક વર્ષ: હવે નાગરિકો ઘરે બેઠા નોંધવી શકશે પોલીસ ફરિયાદ: કોઇ પણ રાજ્યની સમૃદ્ધિ અને વિકાસના પાયામાં સૌથી મહત્વની વાત રાજ્યની શાંતિ, સુરક્ષા અને નાગરિકોની સલામતી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. તેના પાયામાં રાજ્યમાં પ્રવર્તતી શાંતિ અને સુરક્ષા રહેલી છે. ગુજરાત રાજ્યની ગણના દેશના શાંત અને સુરક્ષિત રાજ્યમાં થાય છે. આટલી મજબૂત રાજ્યની સુરક્ષાનો પાયો રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો, જેને આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાળવી રાખ્યો છે. કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે સરહદી એવા ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે. નાગરિકે નોંધાવેલ ઇ-એફ.આઇ.આર.ની તપાસની અંગેની સ્થિતિ તેઓના પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસ થી મોકલવામાં આવશે.૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. વાહન ચોરીના કિસ્સામાં ચોરાયેલ વાહન અંગેની જાણ વિમા કંપનીને પણ કરવામાં આવશે. ગરીકની ફરીયાદ ની તપાસ ૨૧ થી 30 દિવસમાં પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. જેથી નાગરિકોના ચોરાયેલ વાહનના વીમાની રકમ ઝડપથી મેળવી શકશે.

નવી સરકારનું એક વર્ષ: 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું, કોઇ જ નવા કરવેરા વિનાનું પુરાંતવાળું બજેટ: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વર્ષ 2012થી સતત સરપ્લસ બજેટ રજૂ કરતી આવી છે. આ જ પ્રણાલીને આગળ ધપાવતા વર્ષ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું.3 માર્ચ, 2022ના રોજ 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું, કોઇપણ નવા કરવેરા વગરનું પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટ ગત વર્ષની તુલનામાં રૂ.17,000 કરોડ વધારે છે. રોના મહામારીના કારણે અર્થવ્યવસ્થા પર પડેલી ખરાબ અસરો છતાંપણ ગુજરાત સરકારે પોતાના આ બજેટમાં કોઈપણ નવા કરવેરા લગાવ્યા નથી, પરંતુ લોકોને રાહત આપવાનું કામ કર્યું છે.

ગુજરાતનું સર્વ સમાવેશી ગવર્નન્સ મોડલ: ગુજરાત રાજ્યનું ગવર્નન્સ મોડલ સમાવિષ્ટ અને અસરકારક નિર્ણયો દ્વારા લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. 2001માં આવેલા વિનાશક ધરતીકંપ પછી અને પાણીની અછત ધરાવતું રાજ્ય હોવાને કારણે, કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરશે. પરંતુ આજે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય કુદરતી ખેતી તકનીકોમાં વિકાસનો નવો માર્ગ બતાવી રહ્યું છે જે નફાકારક હોવાની સાથે ટકાઉ પણ છે.

નવી સરકારનું એક વર્ષ:ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારનું પ્રોત્સાહન: રાજ્ય સરકાર દ્વારાદેશી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોની રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પરની નિર્ભરતાને ઘટાડીને તેના સ્થાને તાજા ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ, પાણી અને માટીનું મિશ્રણ જેવા પ્રાકૃતિક તત્વોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ પ્રકારે ખેતી કરવાથી એકંદર ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો આવે છે, જે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મદદરૂપ છે. રાજ્ય સરકાર પશુઓની જાળવણી માટે 900 રૂપિયાની માસિક નાણાકીય સહાય પણ પૂરી પાડે છે, જે એક રીતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ગુજરાતના યાત્રાધામો બન્યા વધુ સુવિધાયુક્ત: ગુજરાતના પ્રવાસન વિભાગે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પગલાં લીધા છે. છેલ્લા 20 વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે કાઠું કાઢ્યું છે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને નિહાળવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે. સાથે જ કચ્છમાં યોજાતો રણોત્સવ, વાયબ્રન્ટ ગુજરાત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ગિર અભયારણ્ય વગેરે જેવા પ્રવાસન આકર્ષણો અનેક પ્રવાસીઓને ગુજરાત ખેંચી લાવે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી મંદિર સહિતનાં યાત્રાઘામના સ્થળોએ સુવિધાઓ વિકસાવામાં આવી છે. અંબાજી ખાતે એક જ સ્થળે 51 શક્તિપીઠની પરિક્રમા કરવામાં આવે છે. પાવાગઢ ખાતે મા કાલિકાના મંદિર પર 500 વર્ષ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઈનને મંજૂરી મળી છે.

કુલ વીજળીના 43% ઉત્પાદન પુનઃપ્રાપ્ય સ્ત્રોતો દ્વારા રાજ્યની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓને A+નીશ્રેણીમાં સ્થાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બદલાતા સમયની સાથે ચાલતા નવી નીતિઓ અને પ્રોજેક્ટ્સ દ્વારા તમામ ક્ષેત્રે સ્વચ્છ અને હરિયાળી ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં જગુજરાત સરકારે વિવિધ પહેલો દ્વારા નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી જાહેર કરી હતી. અત્યાર સુધીમાં, ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા 1923 મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.

વડાપ્રધાનના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ’ને સફળ કરવામાં ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અગ્રેસર: વડાપ્રધાનના વિઝનમાંથી પ્રેરણા લઈને, ગુજરાતે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી’રજૂ કરી હતી. દેશમાં આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યારેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0’દ્વારા વડાપ્રધાનના વિઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબ ડેટા અનુસાર, ગુજરાતમાં 14,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. રાજ્યભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે 180 થી વધુ ઇન્ક્યુબેટરનું નેટવર્ક છે જે ‘નવા ભારત’ના ભાવિનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે, ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે ગુજરાતને 2017માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ મળ્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતની લગભગ 80% જનતાને આપ્યું કોવિડ વેક્સિનેશનનું સુરક્ષા કવચ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગત 1 વર્ષમાં કોવિડ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક રીતે લાગુ કરવામાં સફળ રહી છે. ગુજરાતના દરેક નાગરિકને કોરોના વાયરસની સામે સુરક્ષા કવચ પ્રદાન કરવાના ઉદ્દેશથી છેલ્લા 12 મહિનાઓમાં રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ભારત સરકારના દિશા-નિર્દેશો અનુસાર રાજ્યના દરેક પાત્ર નાગરિકને કોવિડ વેક્સિન ઉપલબ્ધ થાય. આ માટે રાજ્ય સરકારે સંસ્થાકીય વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવાની સાથે સાથે જનતા સુધી વેક્સિનની પહોંચને પણ સરળ બનાવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત કોવિડ-19 માટે વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનમાં સફળ રહ્યું છે. આ રસીઓ ‘આત્મનિર્ભર ભારત’ તરફ દેશને આગળ લઇ જવા મહત્વપૂર્ણ છે કારણ કે તે (COVISHIELD અને COVAXIN) ભારતમાં જ ઉત્પન્ન થાય છે.. ઉલ્લેખનીય છે કે પ્રત્યેક એક લાખ લાભાર્થીઓને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે, અને સાથે જ રાજ્યમાં 18 વર્ષની ઉંમરના 100% લોકોને વેક્સિનનો પહેલો તેમજ બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

નવી નીતિઓથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે અગ્રેસર: ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં અસરકારક નીતિઓ લાવીને એક નવી દિશા સ્થાપિત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરીને ગુજરાતને પોલિસી આધારિત રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ એક વર્ષની અંદર જ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે IT, બાયોટેક, સ્પોર્ટ્સ, સેમી કંડક્ટર, ડ્રોન, તેમજ SSIP 2.0 પોલિસી જાહેર કરીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને સંબંધિત ક્ષેત્રનો વિકાસ થશે. રોકાણ માટે પણ આ નીતિઓમાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે.

Most Popular

To Top