Gujarat

ગુજરાતના મુખ્યમંત્રી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જશે

ગાંધીનગર : કર્ણાટકમાં (Karnatak) વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ પણ કર્ણાટકમાં જઇને પ્રચાર કરશે. તેના ભાગરૂપે દાદા હવે 26મી માર્ચના રોજ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યાં છે.

કર્ણાટકની ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ પીએમ નરેન્દ્ર મોદી અહીં પ્રવાસે જઈ રહ્યાં છે ત્યારે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યાં છે. કર્ણાટક પ્રવાસ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ત્યાં વસતા અને વ્યાપાર ધંધો કરતા ગુજરાતી સમાજના આગેવાનો સાથે બેઠકો કરશે. જ્યાં તેમની સાથે બેઠકો કરી તેમના પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરશે. સાથે જ ફરી એકવાર કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવવા વેપારીઓને અપીલ કરશે. કર્ણાટકમાં ભાજપના કેન્દ્રિય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન સાથે મનસુખ માંડવિયાને સહ પ્રભારી તરીકે સોંપાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી છે ત્યારે બાજપની કેન્દ્રિય નેતાગીરી હવે દાદાને કર્ણાટકમાં પ્રચાર માટે મોકલશે.

Most Popular

To Top