ભૂપેન્દ્ર પટેલે 2022થી 2027ની નવી આઈટી નીતિની જાહેરાત કરી

ગાંધીનગર : સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમા ગીફટ સિટી ખાતે યોજાયેલા સમારંભમાં રાજય સરકારની આગામી પાંચ વર્ષ માટેની નવી આઈટી નીતિની જાહેરત કરી હતી. આ નવી સર્વસમાવેષક આઈટી નીતિ પાંચ વર્ષ એટલે કે ર૦રર થી ર૦ર૭ સુધી અમલમાં રહેશે. ગુજરાતમાંથી આઈટી નિકાસ 3000 કરોડથી વધારીને 25,000 કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય નવી નીતિમાં રાખવામાં આવ્યુ છે. જયારે 1 લાખ રોજગારીનું લક્ષ્યાંક હાંસલ કરવા મોટાપાયે રાહતો – સહાય નવી આઈટી નીતિમાં જાહેર કરાઈ છે.
મુખ્યમંત્રી પટેલે આ ગુજરાત IT અને ITeS પોલિસીના ઉદ્દેશ્યોની વિસ્તૃત જાણકારી આપતાં કહયું હતું કે, હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવવા, અદ્યતન આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાન કરવા તેમજ સરળ પ્રોત્સાહક યોજના વિકસાવવાનો આ નવી પોલિસીનો હેતુ છે. IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ-એન્યુઅલ એક્સપોર્ટ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવા અને IT અને ITeS ક્ષેત્રમાં નવી ૧ લાખથી વધુ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય પણ આ નવી પોલિસીમાં રાખવામાં આવ્યું છે. વર્લ્ડ કલાસ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચર, ડેટા સેન્ટર્સ અને ઇમર્જિંગ ટેક્નોલોજીમાં ઇનોવેશન સેન્ટર્સની ઉપલબ્ધતામાં પણ ગુજરાત અગ્રેસર રહીને નેતૃત્વ કરે તેવી નેમ આ નવી પોલિસીની છે.

  • નવી આઈટી નીતિની હાઈલાઈટસ
  • હાઇ સ્કીલ્ડ ઉદ્યોગો માટે IT ટેલેન્ટ પૂલ બનાવાશે
  • રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય
  • સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ
  • ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે
  • IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય
  • તમામ પાત્ર IT-ITeS એકમોને ૧૦૦ ટકા ઇલેકટ્રીસિટી ડ્યુટીનું વળતર અપાશે
  • CAPEX-OPEX મોડલનો એક યુનિક કોન્સેપ્ટ રજૂ કરે છે જે સમગ્ર દેશમાં પ્રથમ છે.
  • સામાન્ય પ્રોજેક્ટ માટે વધુમાં વધુ રૂ. પ૦ કરોડની મર્યાદામાં રપ ટકાનો CAPEX સપોર્ટ અપાશે. મેગા પ્રોજેકટ માટે આ મર્યાદા રૂ. ર૦૦ કરોડ સુધીની રહેશે.
  • દર વર્ષે રૂ.20 કરોડ સુધીના સામાન્ય પ્રોજેક્ટ માટે અને દર વર્ષે રૂ.40 કરોડના મેગા પ્રોજેક્ટ્સ માટે 15%નો OPEX સપોર્ટ
  • રાજ્યમાં IT રોજગારને વેગ આપવાના પ્રયાસરૂપે ગુજરાત સરકારે પોલિસીમાં બે વિશેષ પ્રોત્સાહનો સમાવિષ્ટ કર્યા છે:
  • એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI), પ્રતિ કર્મચારી 60,000 રૂપિયા સુધી
  • આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય દ્વારા એમ્પ્લોયરના EPF યોગદાનનું 100% સુધીનું વળતર
  • રૂ.5 કરોડ સુધીની ટર્મ લોન પર 7% લેખે વ્યાજની ચૂકવણી માટે સહાય.
  • તમામ પાત્ર IT/ITeS એકમોને 100% ઇલેક્ટ્રિસિટી ડ્યૂટીનું વળતર.
  • IT ઉદ્યોગ માટે તૈયાર કુશળ પ્રતિભાનો અગ્રણી સ્ત્રોત બનવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત AI સ્કૂલ/AI સેન્ટર ઑફ એક્સલન્સની સ્થાપના.
  • કૌશલ્ય વિકાસ માટે સ્નાતક વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોને અભ્યાસક્રમની ફી પેટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા વ્યક્તિ દીઠ મહત્તમ રૂ. 50,000 સુધીની નાણાકીય સહાય.
  • ડિજિટલ સાક્ષરતામાં સુધારો કરવા અને માહિતી ટેકનોલોજીની જાગૃતિ વધારવા માટે શાળાના બાળકો અને સામાન્ય જનતાને લક્ષ્ય બનાવી મોટા પાયે માહિતી, શિક્ષણ અને સંચાર (IEC) કાર્યક્રમો કરવામાં આવશે.
  • રૂ.100 કરોડ સુધીના CAPEX સપોર્ટ સાથે IT શહેરો/ટાઉનશીપ્સના વિકાસને પ્રોત્સાહન અને નિયમનકારી અને FCI ધોરણોમાં છૂટછાટ આપવી.
  • કોઈપણ આઈટી કંપની રાજ્યમાં તેમની આઈટી કામગીરીને ઝડપી રીતે કરી શકે તે માટે વિશ્વ કક્ષાની સહ-કાર્યકારી જગ્યાઓના નિર્માણની સુવિધા આપવી.
  • સરકારની સુવિધાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ સ્થપાયેલી IT કંપનીઓને દર મહિને રૂ.10,000 પ્રતિ સીટ સુધી 50% લેખે ભાડા સબસિડી.
  • ક્લાઉડ ટેક્નોલોજીના મહત્વને ઓળખીને, સરકારે ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે:
    ડેટા સેન્ટર: રૂ.150 કરોડ સુધી 25%નો CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી
  • કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS): રૂ. 20 કરોડ સુધી 25% CAPEX સપોર્ટ. અને 5 વર્ષના સમયગાળા માટે રૂ.1/યુનિટની પાવર ટેરિફ સબસિડી

Most Popular

To Top