ગાંધીનગર: રાજ્યના શહેરોના વિકાસ માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત આવતીકાલ તારીખ ૨૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૧૧૮૪ કરોડના ચેક વિતરણ કરાશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બપોરે યોજાનારા આ સમારોહમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા પ્રતિ વર્ષ જેમ રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, સત્તામંડળોને વિવિધ વિકાસ કાર્યો માટે જે નાણાં ફાળવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ રૂ. ૧,૧૮૪ કરોડના ચેકનું વિતરણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાશે.
