નાણામંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડોને કારણે રાજ્યના બજેટના કદમાં સામાન્ય વધારો થવાની શક્યતા જોવામાં આવી રહી છે. બજેટ જાહેર કરતાં પહેલાં નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે આપણી કોરોનાની મહામારીથી બહાર આવી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાએ અમને સહયોગ આપ્યો છે.
વિધાનસભા બજેટ 2021-22 LIVE અપડેટ
- ધોરણ 9-1૦માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવા રૂ.549 કરોડની જોગવાઇ કરવામાં આવી છે
નાયબ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભામાં રાજ્યનું વાર્ષિક બજેટ (Gujarat Budget) રજૂ કરી રહ્યા છે. અગાઉ સરકારે જણાવ્યા મુજબ આ બજેટ સંપૂર્ણપણે ડિજીટલ અને પેપરલેસ (Paperless Budget) હશે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ થઇ રહ્યું છે, તો નીતિન પટેલ (Nitin Patel) પોતે નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.
નીતિન પટેલે બજેટ સ્પીચની શરૂઆત કવિતાથી કરી હતી. તેમણે ‘અમે મક્કમ છીએ, અડીખમ છીએ, ગુજરાતને નવી ઉંચાઈએ લઇ જવા મક્કમ છીએ, આત્મનિર્ભર ભારત બનાવવા મક્કમ છીએ’ કવિતા રજૂ કરીને બજેટ સ્પીચની શરૂઆત કરી હતી.
- રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું 2 લાખ 27 હજાર 29 કરોડનું બજેટ
- શિક્ષણ માટે રૂ. 32 હજાર કરોડની જોગવાઈ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11 હજાર 323 કરોડ
- મહિલા અને બાળવિકાસ માટે રૂ. 3511 કરોડ
- કૃષિ અને સહકાર ક્ષેત્ર માટે 72.32 કરોડ રૂપિયા
- ફૂડ પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયા
- શહેરી વિકાસ માટે 13 હજાર 493 કરોડની જોગવાઈ
- પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8,796 કરોડની જોગવાઈ
- માર્ગ અને મકાન વિભાગને 11 હજાર 185 કરોડ
- પાણી પુરવઠા વિભાગ માટે 3974 કરોડ
- આદિજાતિ વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ કરવામાં આવી
- બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડ
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 1224 કરોડની જોગવાઈ
- રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે 507 કરોડની જોગવાઈ
- બગાયત ક્ષેત્ર માટે 442 કરોડ રૂપિયાની જોગવાઈ
- જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડ રૂપિયા
- કૃષિ અને સહકાર વિભાગ માટે 7232 કરોડ રૂપિયા
- ખેત પેદાશ વેચાણ વ્યવસ્થા માટે 78 કરોડ રૂપિયા
- ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ
* 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
* રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકરવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવવામાં આવશે.
* રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ કરવામાં આવે છે
* તમામ ગ્રામ પંચાયતોના વોટરવર્ક્સ માટે વિના મુલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
* અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરવા માટે સરકારે રૂ.87 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે.
* ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.
* રોજગારીના મુદ્દા પર નીતિન પટેલે જાહેર કર્યુ કેસ આવનારા 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે
- બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે કે, નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચ નવી જેટ્ટી બનાવાશે
- દ.ગુજરાતના નારગોલ અને સૌરાષ્ટ્રના ભાવનગર બંદરે રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
* સિરામીકના હબ ગણાતા મોરબી, હળવદ જેતપુર, મોરબી અણીયાળી અને ઘાટીલા 70 કિ.મીનો રસ્તો 4 લેન કરવા માટે જોગવાઇ કરવામાં આવી છે.
* રાજ્યમાં સોલર રૂફટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે 3 લાખ ઘરોને સહાય આપવામાં આવશે,
* રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજનની જાહેરાત કરાઇ છે.
* ભરૂચના જબુંસરમાં બ્લક ટ્રક ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું આયોજન કરવામાં આવશે
* રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવાની જાહેરાત પણ બજેટ દરમિયાન કરવામાં આવી છે.