Gujarat

ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ : 274 ટકાનો વધારો

અમદાવાદ : ગુજરાતના (Gujarat) નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ (BJP) સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ, સોશિયલ મીડિયા, સેક્સક્યુઅલ હેરેસમેન્ટ ઈ-બેન્કિંગ સહિતના સાઈબર ગુનામાં ગુજરાત 1536 ગુના સાથે દેશમાં 8માં ક્રમાંકે છે. ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં 274 ટકાનો વધારો નોંધાયો છે. તેવું પ્રદેશ કોંગ્રેસના (Congress) પ્રવક્તા હિરેન બેંકરે જણાવ્યું હતું.

ડિજિટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2019માં 784 ડિજિટલ ક્રાઈમમાં જે વર્ષ 2021માં વધીને 1536 જેટલાં થયાં છે. જે ખુબ ચિંતાજનક છે. લોકસભામાં આપવામાં આવેલા સાયબર સુરક્ષાની વિગતો અનુસાર ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. છેલ્લાં બે વર્ષ દેશમાં સાયબર ક્રાઈમની 16 લાખથી વધુ ઘટનાઓ બની છે. જેની સામે માત્ર 32 હજાર જેટલી ફરિયાદ નોંધાયેલા છે. ગુજરાતમાં વર્ષ 2017-18માં 458, વર્ષ સાયબર ક્રાઈમ થયાં હતાં. વર્ષ 2021માં ગુજરાતમાં 963 જેટલા ઓનલાઈન ફ્રોડ થયાં છે. મહિલાઓની જાતીય સતામણી-સેક્સુઅલ હેરેસમેન્ટ, દ્રુણા, એટોરર્શનના 104 કેસ જેટલા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષ જેમાં વર્ષ 2017માં 458, વર્ષ 2018માં 702, વર્ષ 2019માં 784, વર્ષ 2020માં 1283, વર્ષ 2021માં 1536 જેટલા સાઈબર ગુના નોંધાયા હતાં.

મહિલા જાતીય સતામણી, ઓનલાઈન ફ્રોડ, આર્થિક ગુનાની ઘટના ગુજરાતમાં વધી
હિરેન બેંકરએ વધુમાં કહ્યું હતું કે, મહિલા જાતીય સતામણી, મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપિંડી ઓનલાઈન ફ્રોડ, આર્થિક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ક્યાં કરવી ? સાયબર ફ્રોડથી બચવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે. ત્યારે ગુજરાતમાં સાઈબર ગુનાની તપાસ, કાર્યવાહી વગેરે માટે માત્ર 14 જેટલા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન છે. ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજીના યુગમાં સાયબર સુરક્ષા એ આવશ્યક બની છે ત્યારે જુદા જુદા માધ્યમોથી નાગરિકોને સાયબર સુરક્ષા અંગે અવગત કરાવવામાં આવે, ભાજપ સરકાર તમામ જિલ્લાઓમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની સ્થાપના કરે તેવી કોંગ્રેસ માંગ કરે છે.

Most Popular

To Top