Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આખરે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે કોંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ત્રણ બેઠકોમાં ઉમરેઠ, અમદાવાદની નરોડા અને દેવગઢ બારીયા બેઠકનો સમાવેશ થાય છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ફાંસીવાદી પરિબળોની સામે સમાન વિચારધારા વાળા લોકો એકત્ર થઈ રહ્યા છે. એનસીપી સાથે ત્રણ બેઠકો ઉપર ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ત્રણ બેઠકો સિવાય અન્ય કોઈપણ બેઠક ઉપર મેન્ડેટ આપવામાં આવશે નહીં. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે ગઠબંધન થયેલી બેઠક ઉપર મેન્ડેટ આપવામાં આવશે. આ સિવાય જો કોઈ અપક્ષ તરીકે ઉમેદવારી કરશે તો અમારો ટેકો નહીં હોય. જો કોઈ ઉમેદવાર પાર્ટી વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

Most Popular

To Top