ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વ્રારા ગુજરાતના (Gujarat) ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર ખાતે ભારતનો સૌપ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આવશે. ગુજરાત સહિત આંધ્ર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવાની કેન્દ્ર સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.કેન્દ્ર સરકાર દ્વારા આ બલ્ક ડ્રસ્ગના સ્થાપના માટે 1 હજાર કરોડની સહાય કરાશે.
ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા જગ્યા અલગથી ઓળખી કાઢીને કરી બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે એક દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારની સ્કીમ સ્ટીયરીંગ કમીટી (SSC) સમક્ષ ડિટઈલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. સ્કીમ સ્ટીયરીંગ કમીટી દ્વારા પ્રપોસલ ચકાસ્યા બાદ ભરુચ જીલ્લાનાં જંબુસર તાલુકા ખાતે કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા અર્થે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જે થકી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસીલીટી સાથેનું બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા આશરે રૂ. ૧૦૦૦ કરોડ ની સહાય આપવામાં આવશે, જેથી સ્પર્ધાત્મક ભાવે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન શક્ય બનશે.આ પાર્ક થકી રાજ્યના બલ્ક ડ્રગ ઉદ્યોગ અને મેડિકલ ઉદ્યોગને ખુબ જ ફાયદો થશે.
ગુજરાતને ફાર્મા ઉદ્યોગનું કેપિટલ માનવામાં આવે છે. રાજ્યમાં ફાર્મા ઉદ્યોગ ખૂબ જ વ્યાપક પ્રમાણે સ્થપાયેલો છે. મેડિકલ ડિવાઇસીસ અને બલ્ક ડ્રગનાં ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કેન્દ્ર સરકારના કેમીકલ અને ફર્ટીલાઇઝર મંત્રાલય અંતર્ગત ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ્સ દ્વારા મેડિકલ ડિવાઇસીસ પાર્ક તેમજ બલ્ક ડ્રગ પાર્ક સ્થાપવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવેલી છે. આ યોજનાઓનો લાભ લઇ ગુજરાતમાં પણ આ પ્રકારના પાર્ક બનાવીને ગુજરાતના ફાર્મા ઉદ્યોગના ઝડપથી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. હાલમાં રાજ્યમાં આવેલ વિવિધ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગ તેમાં વપરાતા બલ્ક ડ્રગ્સ આયાત કરે છે. રાજ્યમાં બલ્ક ડ્રગ પાર્ક સ્થપાવાથી આવા બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન ગુજરાતમાં જ શક્ય બનશે. આથી કેન્દ્ર સરકારનાં વિઝન “Make in India”અને “આત્મનિર્ભર ભારત”ખરાં અર્થમાં સાર્થક થશે.