ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) માટે મતદાનના (Voting) ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણીને લઈ તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં દલિત 13 બેઠકો અનામત છે. આ દિલત અનામત બેઠકો પર 2017ના પરિણામ પર નજર કરવામાં આવે તો કોંગ્રેસની વોટબેંક માનવમાં આવતા આ દલિત સમાજે 2017માં ભાજપને વધુ મતો આપ્યા હતા. જેના પગલે દલિત સમાજ પણ કોંગ્રેસનો પ્રભાવ ઓસરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. 7 બેઠક પર ભાજપ જીત્યું હતું. જ્યારે 5 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ જીત્યું છે. રાજયમાં એસસી મતદારોની ટકાવારી 7 ટકાની આસપાસ છે.
ગુજરાત વિધાનસભાની 13 અનામત બેઠકો છે
ગુજરાત વિધાનસભાની 13 અનામત બેઠકો છે. જેમાં ગાંધીધામ દસાડારાજકોટ ગ્રામ કાલાવાડ કોડીનાર અસારવા, દાણીલીમડા કડી વડગામ ઈડર , વડોદરા શહેર અને બારડોલીનો સમાવેશ થાય છે.ભારતીય જનતા પક્ષે તમામ 13 બેઠકો પર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. કૉંગ્રેસે 12 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને વડગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું સમર્થન કર્યું હતું. બહુજનસમાજ પક્ષે કોડીનાર સિવાયની 12 બેઠકો પર ઉમેદવારી કરી હતી. ગુજરાત વિધાનસભાની 13 અનામત બેઠકો પર 17 રાજકીય પક્ષોના 69 અને 47 અપક્ષો સહિત કુલ 116 ઉમેદવારો હતા. તેમાં 14 મહિલા અને 102 પુરુષ ઉમેદવારો હતાં.
ભારતીય જનતા પક્ષના 7 વિજેતા ઉમેદવારો
પ્રદીપ પરમાર (અસારવા)
ઈશ્વર પરમાર (બારડોલી)
હિતુ કનોડિયા (ઈડર)
લાખાભાઈ સાગઠિયા (રાજકોટગ્રામ)
કરશનભાઈ સોલંકી (કડી),
માલતી મહેશ્વરી (ગાંધીધામ)
અને મનીષા વકીલ (વડોદરા શહેર)
કૉંગ્રેસના 5 વિજેતા ઉમેદવારો
શૈલેષ પરમાર (દાણીલીમડા),
નૌશાદ સોલંકી (દસાડા),
પ્રવીણ મુસડિયા (કાલાવાડ)
મોહનભાઈ વાળા (કોડીનાર) ટિકિટ કપાતા રાજીનામું ધરી દીધું છે
પ્રવીણ મારુ (ગઢડા).
જયારે વડગામની બેઠક કૉંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીએ જીતી લીધી હતી.