મુંબઇ: અબજોપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) આજે 12 જુલાઈના રોજ લગ્નના (Marriage) બંધનમાં બંધાશે. ત્યારે તેમના લગ્નમાં સામેલ થવા માટે દેશ-વિદેશની ઘણી મોટી હસ્તીઓ મુંબઇ આવી રહી છે. તેમજ અનંત-રાધિકાના લગ્ન માટે દેશના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ મુંબઈ પહોંચ્યા હતા.
અનંત-રાધિકાના લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાવાના છે. ત્યારે અંબાણી પરિવારે દેશ અને દુનિયાની અનેક હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. તેમજ અનંત-રાધિકાના લગ્નમાં બોલિવૂડના તમામ સેલેબ્સ જ નહીં, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજરી આપશે. ત્યારે જણાવી દઇયે કે અનંત-રાધિકાના લગ્ન 3 દિવસ સુધી ચાલશે, જેની શરૂઆત આજે 12 જુલાઈના રોજ શુભ લગ્ન સાથે થશે. ત્યાર બાદ આવતી કાલે 13 જુલાઈએ શુભ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ મંગલ ઉત્સવ (રિસેપ્શન) થશે.
મમતા બેનર્જી મુંબઇ પહોંચ્યા
મુંબઈ જતા પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમને લગ્નમાં હાજરી આપવા વારંવાર વિનંતી કરી હતી. ત્યારે મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ પુષ્ટિ કરી હતી કે તેઓ 12 જુલાઈ, શુક્રવારે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપશે.
આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ સામેલ થશે
અહેવાલો મુજબ લગ્ન સમારોહમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન અને ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન જેવા વિદેશી પ્રતિનિધિઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ સિવાય પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર, બ્રિટિશ પોડકાસ્ટર જય શેટ્ટી, ભૂતપૂર્વ સ્વીડિશ વડા પ્રધાન કાર્લ બિલ્ડ, કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્ટીફન હાર્પર, તાન્ઝાનિયાના પ્રમુખ સામિયા સુલુહુ હસન અને ફિફા પ્રમુખ જિઆની ઈન્ફેન્ટિનો પણ લગ્નમાં હાજરી આપશે.
આ ઉદ્યોગપતિઓ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે
રિપોર્ટ્સ અનુસાર HSBC ગ્રુપના ચેરમેન માર્ક ટકર, અરામકોના સીઈઓ અમીન નાસર, મોર્ગન સ્ટેનલીના એમડી માઈકલ ગ્રીમ્સ, એડોબના સીઈઓ શાંતનુ નારાયણ, મુબાદલાના એમડી ખાલદૂન અલ મુબારક, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના ચેરમેન જય લી, લોકહીડ માર્ટિનના સીઈઓ સહિત ઘણા બિઝનેસમેન પણ અનંત રાધિકાના લગ્નમાં હાજીરી આપશે.
આ સાથે જ જેમ્સ ટેકલેટ, બીપીના સીઈઓ મુરે ઓચીનક્લોસ, ટેમાસેકના સીઈઓ દિલહન પિલ્લે અને એરિક્સનના સીઈઓ બોર્જે એકહોલ્મ સહિત ઇવેન્ટનો ભાગ બને તેવી શક્યતા છે. તેમજ HPના ચેરમેન એનરિક લોરેસ, ADIA બોર્ડના સભ્ય ખલીલ મોહમ્મદ શરીફ ફૌલાથી, કુવૈત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના MD બદર મોહમ્મદ અલ-સાદ, નોકિયાના ચેરમેન ટોમી યુટો, ગ્લેક્સોસ્મિથક્લાઈનના સીઈઓ એમ્મા વોલ્મસ્લે, GICના સીઈઓ લિમ ચાઉ કિયાટ અને મોઈલિસ એન્ડ કંપનીના વાઇસ ચેરમેન એરિક કેન્ટર સહિત દેશના કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને અન્ય ઉદ્યોગપતિઓ પણ લગ્નમાં હાજરી આપશે.
હોલીવુડ અને બોલિવૂડની હસ્તીઓ હાજર રહેશે
આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ અને વિદેશી પ્રતિનિધિઓ ઉપરાંત હોલીવુડ અને બોલિવૂડની હસ્તીઓ પણ ભાગ લેશે. ત્યારે મહેમાનોની યાદીમાં કિમ કાર્દાશિયન, ખ્લો કાર્દાશિયન, માઈક ટાયસન, જોન સીના, ડેવિડ બેકહામ અને એડેલનો સમાવેશ થાય છે. આ સિવાય બોલિવૂડમાંથી સલમાન ખાન, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, રામ ચરણ લગ્ન માટે મુંબઈ પહોંચી ચૂક્યા છે.