Science & Technology

સુરતમાં 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી : ભવિષ્યમાં ડિફેન્સના સાધનોનું પણ થશે નિર્માણ

સુરતઃરવિવારઃ-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતની એલ. એન્ડ ટી. (L&T) હજીરા દ્વારા નિર્મિત થયેલી 91મી K 9 વજ્ર ટેન્કને લીલી ઝંડી (GREEN SIGNAL) આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિફેન્સના સાધનો પહેલા બહારથી આયાત કરવા પડતા હતા. હવે ડી.આર.ડી.ઓ. મારફતે સંશોધનો (RESEARCH) કરીને આપણે ત્યાં સાધનોનું નિર્માણ થાય તે દિશામાં સરકારે કાર્ય હાથ ધર્યું છે. સંરક્ષણ શસ્ત્રસરજામનું ભારતમાં નિર્માણ શરૂ કરીને કંપનીએ શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કંપનીએ ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (STATUE OF UNITY) બનાવવાનું બીડુ ઝડપી પોતાની ઉચ્ચ ઈજનેરી ક્ષમતા સાબિત કરી છે. તેવી રીતે મોટેરા સ્ટેડિયમ જેવા આગવા પ્રોજેકટો સહિત અનેક પુલ, રેલ, પાઈપલાઈનના પ્રોજેકટ નિર્માણના વિકાસકાર્યોમાં યોગદાન આપ્યું છે.

મુખ્યમંત્રીએ વજ્ર ટેન્ક દુશ્મનોના દાંત ખાટા કરશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત વેપન્સ આપણા દેશમાં બને તે દિશામાં આપણી સરકાર કામ કરી રહી છે. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેકચરીંગ (DEFENSE MANUFACTURING) ગુજરાતમાં થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો રહેશે.સમગ્ર ભારતમાં 52 ટકા ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) મેળવીને ગુજરાતે મોખરાનું સ્થાન મેળવ્યું છે દરેક કંપનીઓ લાંબાગાળાનું ઈન્વેસ્ટમેન્ટ કરી શકે તે માટે ગુજરાતે ડિફેન્સ પોલિસી, સોલાર પોલિસી જેવી દરેક ક્ષેત્ર માટે પોલિસીઓ બનાવીને તેના લાભો દરેકને મળે તે દિશામાં કાર્ય કર્યું છે.

L&T કંપનીના ડિરેક્ટર જયંત પાટીલે જણાવ્યું કે, એલ એન્ડ ટી કંપનીએ વજ્ર ટેન્ક પ્રોજેક્ટ (VAJRA TANK PROJECT) ની સૌથી પહેલી ટેન્ક બનાવી તેની મજબૂતી દુનિયાના અન્ય કોઈ દેશો પાસે નથી. આ ટેન્ક બનાવવાનાં માત્ર 15 ટકા સ્પાર્ટસ વિદેશથી આયાત કરવામાં આવે છે. આગામી ફેબ્રુઆરીના અંત સુધીમાં 100થી વધુ ટેન્ક પુરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. હજીરા સ્થિત એલ.એન્ડ ટી. કંપનીના પ્લાન્ટ હેડએ જણાવ્યું હતું કે, કંપની છેલ્લા 37 વર્ષથી કાર્યરત છે.

L&T વર્ષ 1987માં મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કાર્યરત રહીને તબક્કાવાર આજે 750 એકરમાં વિકસિત થઇને વિશ્વની ‘અનબિલીવેબલ’ કંપની બની છે. હાલ કંપનીમાં 17000 કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે. અમેરિકા કેનેડા જેવા મોટા દેશોમાં ઉપયોગમાં લેવાતા પેટ્રોલ-ડિઝલના રીએકટર અહી નિર્મિત થાય છે. કંપનીના કર્મચારીઓને અનેક સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીયકક્ષાના એવોર્ડ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top