Business

શેરબજારમાં હરિયાળી: સેન્સેક્સમાં 350 અંકનો ઉછાળો, નિફ્ટીની પણ તેજી સાથે ક્લોઝિંગ

નવી દિલ્હી: બજાજ ટ્વિન્સ (Bajaj Twins) અને રિલાયન્સના શેરમાં (Reliance Shares) અદભૂત ઉછાળાને કારણે ભારે ઉતાર-ચઢાવ બાદ આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Indian stock market) લીલા નીશાને બંધ થયું હતું. આજના ટ્રેડિંગમાં દિવસ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ ઉપર પણ પહોંચ્યા હતા. તેમજ બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 350 પોઈન્ટના ઉછાળા સાથે 82,134 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 99.60 પોઈન્ટના ઉછાળા સાથે 25,152 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે ગુરુવારના ટ્રેડિંગમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સનો સેન્સેક્સ 0.43 ટકા અથવા 350 પોઈન્ટના વધારા સાથે 82,134.61 પર બંધ રહ્યો હતો. તેમજ બજાર બંધ સમયે સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેર લીલા નિશાન પર અને 9 શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સનો નિફ્ટી આજે 0.40 ટકા અથવા 99.60 પોઇન્ટના વધારા સાથે 25,152 પર બંધ થયો હતો. ત્યારે બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર લીલા નિશાન પર અને 22 શેર લાલ નિશાન પર હતા. અહીં ઉલ્લેખનીય છે કે આજે એજીએમના દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર1.51 ટકા અથવા રૂ. 45.10ના વધારા સાથે રૂ. 3040.85 પર બંધ થયો હતો.

ટોપ લૂઝર્સ અને ગેનર્સ
નિફ્ટી પેકના શેરમાં આજે ટાટા મોટર્સમાં સૌથી વધુ 3.57 ટકા, બજાજ ફિનસર્વમાં 2.61 ટકા, બ્રિટાનિયામાં 2.45 ટકા, બજાજ ફાઇનાન્સમાં 2.42 ટકા અને બીપીસીએલમાં 2.40 ટકાનો વધારો નોંધાયો હતો. તે જ સમયે, સૌથી વધુ ઘટાડો ગ્રાસિમમાં 1.50 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 1.25 ટકા, JSW સ્ટીલમાં 1.16 ટકા, આઇશર મોટર્સમાં 0.89 ટકા અને કોટક બેન્કમાં 0.75 ટકા નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
ક્ષેત્રીય સૂચકાંકોના કોઈ પણ ક્ષેત્રમાં આજે નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા મળ્યો ન હતો. ત્યારે નિફ્ટી બેન્કમાં 0.02 ટકા, નિફ્ટી ઓટોમાં 0.54 ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.26 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.72 ટકા, નિફ્ટી આઇટીમાં 0.47 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.16 ટકાનો વધારો નોંધાયો હતો. આ સાથે જ નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.32 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.27 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.16 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.15 ટકા, નિફ્ટી ફાર્મામાં 0.48 ટકા ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top