સુરત : સરકારી અધિકરીને (Government Officer) લાંચ (Bribe) લેતા એન્ટી કરપ્શન બ્યુરોની (ACB) ટીમે આબાદ ઝડપી લીધો છે.નર્મદા જિલ્લાની (Narmada) ગ્રામ પંચાયતની (Gram Panchayat) મહિલા તલાટી (Women’s Talatti) નીતા (Nita patel) પટેલે એક જામીન માલિક પાસે રૂપિયા એક લાખની લાચની રકમ માંગી હતી. જે બાબતની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં થતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાના નરખડી (Narakhdi) ગ્રામ પંચાયતની (Gram Panchayat ) મહિલા તલાટી નીતા પટેલ (Nita Patel )અંતે ભેરવાઈ ગઈ હતી. આ ઉપરાંત એક ખાનગી વ્યક્તિને પણ આજ કેસમાં ટ્રેપ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતમાં એસીબીની ટિમ ત્રાટક્યાની ખબર જોત જોતામાં પંચાયતના વર્તૂરમાં ફરતી થઇ જતા ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી.
નીતા પટેલને ટ્રેપ કરવા માટે છટકું ગોઠવાયું
એન્ટી કરપ્શન બ્યુરો સુરતની ટીમને સૂચના મળી હતી જેને લઇ નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલનેટ્રેપ કરવા માટે છટકું ગોઠવાયું હતું. અને જમીન માલિક જોડેથી એક લાખ રૂપિયાની લાંચ લેવા બાબતે તેને ઝડપી લેવામાં આવી છે. એસીબીથી બચવા માટે મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત એસીબીમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરત એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે નવી મોડેલ ઓપરેન્ડીથી લાંચ લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે. એસીબીથી બચવા મહિલાએ લાંચની રકમ આંગડિયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી. આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACBમાં કરતા છટકું ગોઠવીને મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાંચની રકમ આંગડિયા મારફતે મંગાવાઈ હતી
રિશ્વતની રકમ લેવા માટે નવી તરકીબ સરકારી બાબુઓ દ્વારા આપનાવવાના કીમિયાને લેઇ એસીબીના અધિકારીઓ પણ ચોકી ગયા હતા.આ સરકારી બાબુઓ પણ હવે જાણે હાઈટેક થયા હોઈ તેવું લાગી રહ્યું છે. આસાન રીતે લાંચ લેવામાં તેઓ ભેરવાઈ જશે તેવા ડરથી નવીન કીમિયાઓ અપનાવી રહ્યા છે. સુરત એન્ટી કરપશન બ્યુરોની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી નીતા પટેલ સુરત એસીબીના સીકંજામાં આવી ગઈ છે.
મહિલા તલાટી નીતા પટેલની કરાઈ અટકાયત
નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથો હાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગડિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહાજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું.જોકે, જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.
કેસમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનારને પણ ક્ષળપી લેવાયો
આ લાંચની માંગેલી રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઈ આહજોલીયાને આપવા જણાવ્યું હતું, ત્યારે આ અંગે જમીન માલિકે સુરત ACBની ટીમને જાણ કરી હતી. જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ છટકું ગોઠવ્યું હતું.જેમાં ગાંધીનગર આંગડિયા ખાતેથી લંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલીયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી છે.