અમદાવાદ: રાજ્ય સરકારના ઇ-મેઈલ આઈડી (E-mail Id) જેવું જ બોગસ ઈ-મેઈલ આઈડી બનાવીને તેના માધ્યમથી સરકારી અધિકારી હોવાનું જણાવી, ઇ-મેલ આઇડી દ્વારા વ્યક્તિઓના ડેટા (Data) મેળવી ખોટા ઈ-મેઈલ દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા એક આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી (Rajasthan) ઝડપી લીધો હતો.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર. પરડવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને ફાળવવામાં આવેલા ઇ-મેઈલ આઇડી જેવા જ બોગસ આઈડી બનાવીને તેના માધ્યમથી સરકારી અધિકારી હોવાનું કહીને સોશિયલ મીડિયા ઉપર તેમજ ખોટા ઇ-મેઈલ આઇડી દ્વારા વ્યક્તિઓના પર્સનલ ડેટા મેળવી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરનાર આરોપી સાગર કાંતિલાલ ફૂલારામ લખાર (ઉં.વ. 22 રહે, સ્વરૂપગંજ, તાલુકો શિહોર, જિલ્લો પિંડવાડા -રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી સાગર ફૂલરામ બી.કોમનો અભ્યાસ કરે છે. તેણે ગુજરાત સરકારને ઈ-મેઈલ આઈડી આપવામાં આવ્યો હતો, તેવો જ બીજો ઈ-મેઈલ આઇડી બનાવ્યો હતો અને સોશિયલ સાઇડ ઉપર ડેટા મેળવી રહ્યો હતો. જુદી જુદી સાઇડ ઉપર બોગલ ઈ-મેઈલ આઇડીથી એકાઉન્ટ બંધ કરાવી રહ્યો હતો. આરોપી સાગર છેલ્લા 3 મહિનાથી બોગસ આઇડી દ્વારા આ પ્રમાણે બેંક અને કંપનીઓને આ-મેઈલ કરી માહિતી મેળવતો હતો. પોલીસે આરોપી સાગરની ધરપકડ કરી અન્ય કોઈ સરકારી