SURAT

સરકારે સિલ્ક, કોટન, પોલિયેસ્ટર, જરી સહિતના સાડી અને ડ્રેસ મટીરીયલ માટે કોડ HSN જાહેર કર્યો

સુરત: કેન્દ્રના નાણા મંત્રાલયે (FINANCE MINISTRY) ચેપ્ટર 50,52 અને 54 હેઠળ એચએસએન કોડ જારી કર્યા છે. હવેથી સિલ્ક,કોટન, પોલિયેસ્ટર અને જરી સાથે બનતી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ માટે પણ એચએસએન કોડ (HSN CODE) ઇ-વે બિલમાં લખવા પડશે.

સિલ્ક અને વુવેન ફેબ્રિક્સ (FABRICS) માટે 5007, કોટન સાડી (COTTON SARI) અને ફેબ્રિક્સ માટે 5208 અને 5209 જરીની બોર્ડર વાળી સાડી પર 520939 પ્લેન સાડી પર 520921, મેનમેઇડ ફાઇબર આધારિત સાડી માટે 5210, સિન્થેટિક ફિલામેન્ટમાથી બનતી સાડી અને ફેબ્રિક્સ માટે 5407 અને આર્ટિફિશિયલ ફિલામેન્ટ યાર્નમાંથી બનતી સાડી અને ફેબ્રિક્સ માટે 5408 એચએસએન ફાળવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જીએસટીના કાયદાઓમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.

હવેથી કાપડના નિકાસકારોએ કાપડના ખરીદ-વેચાણ માટે નવા એચએસએન કોડનો ઉપયોગ કરવો પડશે. જો એચએસએન કોડ ખોટો દર્શાવવામાં આવ્યો હશે તો દંડ ઉપરાંત કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. નવા કાયદાઓ પ્રમાણે હવે 50 કરોડ રૂપિયાથી વધુ ટર્ન ઓવર ધરાવનારા વેપારીઓ માટે ઇ-ઇન્વોઇસ (E-INVOICE) ફરજિયાત કરવામાં આવ્યું છે. તેની સાથે 5 કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ 6 આંકડાનો એચએસએન કોડ, જ્યારે 5 કરોડથી ઓછું ટર્ન ઓવર ધરાવનારે 4 આંકડાનો એચએસએન ફરજિયાત બનાવાયો છે. જે આ પૂર્વે અનુક્રમે 4 અને 2 આંકડાનો જ હતો. 31 માર્ચ પહેલાં ફેબ્રિક્સ માટે 5407 એચએસએન કોડનો ઉપયોગ કરતા હતા.

હવે તેમાં બે ડિજિટ ઉમેરવા પડશે. આ બે ડિજિટ જીએસટીની વેબસાઈટ પર મળી શકશે. જો વેપારીઓ ટેક્સચર્ડ પોલિયેસ્ટર યાર્નનો ઉપયોગ કરે છે તો 540754 એચએસએન કોડનો ઉપયોગ કરવાનો રહેશે અને જો 85 ગ્રામથી ઓછું વજન હોય તો 540780 એચએસએન કોડનો ઉપયોગ કરવો પડશે. પહેલાં 5407 કોડનો ઉપયોગ કરી ગુડ્સ સપ્લાય થતું હતું તે હવે થઈ શકશે નહીં. ટેક્સ રેટ સમાન હોવા છતાં જો એચએસએન કોડ ખોટો દર્શાવવામાં આવ્યો હશે તો દંડ ચૂકવવો પડશે.

એડ્વોકેટ અવિનાશ પોદ્દારે કહ્યું કે, વેપારીઓએ નવો સોફ્ટવેર લઇ ઇ-ઇન્વોઇસના માધ્યમથી વેપાર કરવો જોઇએ. એચએસએન કોડ અંગેની માહિતી વેપારીઓએ પોતાના કર સલાહકારો પાસેથી મેળવી લેવી જોઈએ. જૂની પદ્ધતિ અનુસાર વેપાર નહીં કરી શકાશે.

Most Popular

To Top