SURAT

સુરતીઓ માટે સારા સમાચાર : 28 માર્ચથી શારજાહ-સુરત ફ્લાઈટ ફરી શરૂ


સુરત: સુરતથી શારજાહ ફલાઇટ (SURAT TO SHARJAH FLIGHT)નું બુકિંગ ફરી શરૂ થયું છે. ફલાઇટ અઠવાડિયાના 2 દિવસ હાલ ચાલુ થઈ રહી છે.. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની વારંવારની રજૂઆતોનો આખરે એર ઇન્ડિયા એક્સપ્રેસ (AIR INDIA EXPRESS)એ સ્વીકાર કર્યો અને અઠવાડિયાના 2 દિવસ માટે ફલાઇટ શરૂ થવા જઇ રહી છે..

આ સાથે આજે ઇન્ડિગોએ અઠવાડિયા ના 4 દિવસ બપોર ના સમય માટે સુરત દિલ્હી ફલાઇટની ઘોષણા કરી છે જે 20 એપ્રિલ થી શરૂ થશે. સુરત બપોરે 1.55 વાગ્યે આવી બપોરે 2.25 દિલ્હી જવા રવાના થશે.. સપાઇસ જેટ પણ 28 માર્ચ થી તેની સાંજ ની દિલ્હી ફલાઇટ પુન સ્થાપિત કરી છે ને તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત સાંજે 7.50 વાગ્યે આવી અને રાત્રે 8.20 દિલ્હી તરફ રવાના થશે..

બીજી તરફ ડૉમેસ્ટિકની વાત કરીએ તો સમર શિડ્યુલમાં સુરતથી જયપુર, મુંબઈ અને નાસિકની ફલાઇટ શરૂ થશે. સ્પાઇસ જેટ એરલાઇન્સ (SURAT SPICE JET AIR) સમર શિડ્યુલમાં સુરતથી નાસિક,જયપુર અને મુંબઇની ફ્લાઇટ શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે. એરલાઇન્સ દ્વારા સ્લોટની માંગણી પણ કરવામાં આવી હતી. તે પૈકી નાસિકથી સુરતની ફ્લાઇટ માટે સ્લોટ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે સ્લોટ માટે હજી મંજૂરી મળવાની બાકી છે.

નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે. આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સુરતથી ઉદયપુર, ગોવા અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા પણ માંગ કરવામાં આવી છે. નાશિક એરપોર્ટ દ્વારા સુરત-નાસિકની ફ્લાઇટની ટ્વિટર થકી જાહેરાત કરવામાં આવી છે.

22 માર્ચ 2021 સુધીમાં સુરતથી ચેન્નાઇ, જયપુર, જોધપુર અને પટના માટે નવી ફલાઇટ (NEW FLIGHT) શરૂ થઇ જશે. તે સિવાય પણ સુરતને નવી ફલાઇટ મળશે. આખા એરપોર્ટની સફાઇ અને કામગીરીની દેખરેખ માટે મેકેનાઇઝ્‌ડ સપોર્ટ સિસ્ટમ માટે ટેન્ડર ખૂલી ગયું છે અને વર્કઓર્ડર આપવાની તૈયારી છે. જેથી એરપોર્ટ ડિરેક્ટરે ચેમ્બરને હાકલ કરી છે, અને ચેમ્બર થકી વિવિધ કોન્ટ્રાકટર મેળવવાની દિશામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top