દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ખાતાધારકોની મોટી સમસ્યાને સમાપ્ત કરી દીધી છે. હવે, ખાતા ધારક નોકરીમાં ફેરફાર કરવા પર ઓનલાઇન (online) એક્ઝિટની તારીખને અપડેટ કરી શકશે. અગાઉ કંપની પાસે માહિતી અપડેટ કરવાનો અધિકાર હતો અને તેના કારણે ખાતાધારકો પીએફ એકાઉન્ટને અપડેટ કરવા માટે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા હતા. ત્યારે હવે આ અધિકાર કર્મચારીઓને મળતા પીએફ ધારકોને હાશકારો થશે. અને પોતેજ પોતાની ડીટેલ અપડેટ કરી ખાતા પર હક મેળવી શકશે.
કર્મચારીઓને મુશ્કેલી પડતી હતી
કોઈપણ ખાનગી લિમિટેડ કંપનીમાં, કર્મચારીના પગારનો એક ભાગ પીએફ તરીકે બાદ કરવામાં આવે છે. આ પૈસા કર્મચારીના પીએફ ખાતામાં જમા થાય છે. જ્યાં સુધી કર્મચારી એક જ કંપનીમાં કામ કરે છે, ત્યાં સુધી તેમાં કોઈ સમસ્યા નથી, પરંતુ જ્યારે કર્મચારી નોકરી છોડીને બીજી કંપનીમાં જાય છે, ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં કર્મચારી જૂની કંપનીની માહિતી અપડેટ કરવામાં મદદ કરતું નથી. મોદી સરકાર દ્વારા કર્મચારીઓની આ સમસ્યાનું હવે નિરાકરણ આવી ગયું છે. બહાર નીકળવાની તારીખ(Date of Exit)ને અપડેટ કરવાનો અધિકાર હવે ફક્ત એકાઉન્ટ ધારકને આપવામાં આવ્યો છે.
પીએફ એકાઉન્ટ ધારકો પહેલા યુએએન અને પાસવર્ડ આપીને https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પોર્ટલ પર લોગઇન કરવું પડશે. સફળ લોગઇન પછી મેનેજ પર જાઓ અને માર્ક એક્ઝિટ પર ક્લિક કરો. આ પછી, પસંદ કરેલી એમ્પ્લોયમેન્ટમાં પીએફ એકાઉન્ટ નંબર પસંદ કરો. હવે ડેટ ઓફ એક્સઝીટ અને રીઝન ઓફ એક્ઝિટ પર ક્લિક કરો. પછી રિકવેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર ઓટીપી દાખલ કરો. હવે ચેક બોક્સ સિલેક્ટ કરો. આ પછી, અપડેટ પર ક્લિક કરો અને ઓકે પર ક્લિક કરો. આ કર્યા પછી, તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવામાં આવશે.
Date of Exit અપડેટ કરવાથી શું ફાયદો થશે
ઇપીએફઓ અનુસાર, જો તમારી (Date of Exit ) અપડેટ કરવામાં નહીં આવે, તો તમે તમારા ઇપીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી અથવા અગાઉની કંપનીમાંથી એકાઉન્ટ નવા સ્થાનાંતરિત કરી શકતા નથી, પરંતુ હવે ઇપીએફઓએ માત્ર કર્મચારીઓને એક્ઝિટની તારીખને અપડેટ કરીને અધિકાર આપ્યો છે . તેનાથી કર્મચારીઓની ઘણી સમસ્યાનો અંત આવશે.