National

ગોલ્ડન બોય નિરજ ચોપરાએ પેરિસમાં ભારતનો તિરંગો લહેરાવ્યો, પેરિસ ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો

ગતરોજ તા.20જૂન 2025ના શુક્રવારે રાત્રે સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો. ભારતના ખેલાડી નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ સ્થાન મેળવ્યું. તેણે જર્મનીના જુલિયન વેબરને હરાવીને બે વર્ષ પછી પોતાનો પહેલો ડાયમંડ લીગ ખિતાબ જીત્યો. એટલું જ નહીં, તેણે વેબર સાથે અગાઉનો સ્કોર પણ સેટલ કર્યો. વેબરે છેલ્લી 2 ટુર્નામેન્ટમાં નીરજને હરાવ્યો હતો. ગોલ્ડન બોય નીરજએ પહેલા રાઉન્ડમાં 88.16 મીટર ફેંકીને પેરિસ ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો.

ગોલ્ડન બોય નીરજે પહેલા રાઉન્ડમાં 88.16 મીટર ફેંકીને ટાઇટલ જીત્યું. તે પહેલા જ પ્રયાસમાં ટોચ પર આવ્યો. નીરજે બીજો થ્રો 85.10 મીટર ફેંક્યો. આ પછી, તેના ત્રણ પ્રયાસો ફાઉલ થયા. છેલ્લા પ્રયાસમાં, નીરજે 82.8 મીટર ફેંક્યો. આ ડાયમંડ લીગ સ્પર્ધામાં 90મીટર ક્લબના પાંચ સ્પર્ધકોએ ભાગ લીધો.

તા.16મેના રોજ, જર્મનીના ખેલાડી જુલિયન વેબરે દોહા ડાયમંડ લીગ ૨૦૨૫માં નીરજ ચોપરાને હરાવ્યો હતો . જેમાં જુલિયન વેબરે 91.06 મીટરનો છેલ્લો થ્રો ફેંકીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યાં નીરજ ચોપરાએ 90.23 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. ત્યારબાદ તા.૨૩મે 2025ના રોજ પોલેન્ડમાં યોજાયેલી જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં પણ વેબરે નીરજને હરાવ્યો હતો. જાનુઝ કુસોસિંકી મેમોરિયલ ઇવેન્ટમાં, વેબરે 86.12 મીટર સાથે પહેલા ક્રમે અને નીરજ ચોપરા 84.14 મીટર સાથે બીજા ક્રમે હતો.

પેરિસ ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપરાનું પ્રદર્શન:
પહેલો પ્રયાસ- 88.16 મીટર .
બીજો પ્રયાસ- 85.10 મીટર
ત્રીજો પ્રયાસ – ફાઉલ
ચોથો પ્રયાસ – ફાઉલ
પાંચમો પ્રયાસ – ફાઉલ
છઠ્ઠો પ્રયાસ- 82.89 મીટર

પેરિસ ડાયમંડ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 8 ખેલાડીઓ:
નીરજ ચોપરા: 88.16 મીટર
જુલિયન વેબર: 87.88 મીટર
લુઇઝ મોરિસિયો દા સિલ્વા: 86.62 મીટર
કેશોર્ન વોલકોટ: 81.66 મીટર
એન્ડરસન પીટર્સ: 80.29 મીટર
જુલિયસ યેગો: 80.26 મીટર
એડ્રિયન માર્ડારે: 76.66 મીટર
રેમી રૂગેટ: 70.37 મીટર

Most Popular

To Top