કામરેજ: ગુરુવારે દાદા ભગવાન મંદિરમાં રાખેલા રૂમનું ભાડું (room rent)આપવાનું હોવાથી યુવતીએ ગાડી લે-વેચનો ધંધો કરતા ઈસમને બોલાવી યુવતી (fraud girl), માતા (mother) તેમજ બે ઈસમ મળી ભાડું આપવા આવેલા ઈસમના ચાર લાખનાં ઘરેણાં (jewelry) ગળામાંથી કાઢી લીધા હતા.
મૂળ ભાવનગરના ઉચડી ગામના વતની અને હાલ કામરેજ (Kamrej)ના આંબોલી ગામે અમર એપાર્ટમેન્ટમાં વિજયભાઈ વાલજીભાઈ પટેલ રહે છે. સરથાણા જકાતનાકા પાસે ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં કાર લે-વેચનો ધંધો કરે છે. કોમ્પ્લેક્સની બાજુએ એક ખમણવાળાની દુકાનમાં કિંજલ નામની યુવતી નોકરી કરે છે. નાસ્તો કરવા જતા હોવાથી વિજય અને કિંજલ એકબીજાને ઓળખે છે. ચાર દિવસ કિંજલે વિજયને ફોન કરી બે છોકરીને રહેવા માટે મકાન ભાડેથી જોઈએ છે. પોતે કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર પાસે હોવાનું જણાવતાં વિજયભાઈ દાદા ભગવાનના મંદિર પાસે જતાં કિંજલ અને તેની સાથે તેજલ ભીમજીભાઈ રાઠોડ (ઉં.વ.18) (હાલ રહે.,ફ્લેટ નં.206, શિવશક્તિ એપાર્ટમેન્ટ, સીતાનગર, પુણાગામ, મૂળ રહે.,શ્રીનાથગઢ, તા.ગોંડલ, જિ.રાજકોટ) હતી. બંને મિત્ર ભાગીને ઘરેથી આવી હતી. તેજલને પિત્ઝા ખાવા હતા. જેથી ત્રણેય પિત્ઝા ખાવા માટે કામરેજ ચાર રસ્તા ખાતે ગયા હતા.
તેજલે 1000 રૂપિયા ઓછીના વિજય પાસે માંગતાં પોતાની પાસે રૂપિયા નથી અને પિત્ઝાનું બિલ આપી નીકળી ગયા હતા. બે દિવસ અગાઉ તેજલે વિજયભાઈને ફોન કરી કિંજલ મારી સાથે નથી તે હાલ ક્યાંક જતી રહી છે. એકલી હોવાથી મકાન ભાડેથી શોધી આપો તેમ કહેતાં વિજયે ફોન કાપી નાંખ્યો હતો. ગુરુવારે તેજલે ફોન કરી દાદા ભગવાન મંદિરે રૂમનું ભાડું એક હજાર રૂપિયા આપવાનું છે. રૂમના ભાડાના એક હજાર રૂપિયા આપવા મંદિરના ગેટ પાસે આવી કાર ઊભી રાખતાં બે અજાણ્યા ઈસમ તથા તેજલની માતા શારદાબેન ભીમજીભાઈ રાઠોડ (ઉં.વ.40) આવી અજાણ્યા ઈસમે કારમાંથી મોબાઈલ અને પાકીટ લઈ લીધું હતું. ફોર વ્હીલમાંથી બહાર કાઢી સોનાની ત્રણ માળા, મોતીમાં બનાવેલી સોનાની માળા, ચેઈન કિંમત ચાર લાખ કાઢી લીધા હતા.
લોકોનું ટોળું ભેગું થઈ જતાં તેજલ અને તેની માતા શારદાબેન સહિત બે અજાણ્યા ઈસમો નાસી છૂટ્યા હતા. તમામ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ આપતાં તેજલ અને તેની માતા શારદાબેન તેમજ મહેશ પુનાભાઈ બલદાણીયા (ઉં.વ.34) (રહે.,192, બીજો માળ, માન સરોવર સોસાયટી, ગોડાદરા)ને પકડી પાડ્યા હતા.