Business

સોનામાં ભારે તેજી, ભાવ 61 હજારને પાર પહોંચ્યો

મુંબઈ: સોનાની કિંમત(Gold Price) માં આજે ગુરુવારે જબરદસ્ત વધારો નોંધાયો છે. લગ્નની સિઝન હોવાથી દેશભરમાં સોનાની ખરીદીમાં વધારો થયો છે તો બીજી બાજુ સોના અને ચાંદીમાં ભાવમાં પણ વધારો થયો છે. આજે સોનાનો ભાવ રૂ.61,000 ને પાર થઈ ગયો છે. 4 મે 2023 એ સોનું(Gold) રૂ.61,200 પર ખુલ્યું હતું પણ પછી તે 61,400ના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું હતું. સવારે 11.25 મિનિટ સુધી સોનું ગઈકાલ કરતા 0.69 ટકા એટલે કે 363 રૂપિયા પ્રતિ 10 ગ્રામના વધારા સાથે સોનાનો ભાવ રૂ.61,328 ચાલી રહ્યો છે. ગઈકાલે સોનું 60,965 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

ઈન્ટરનેશનલ બજારમાં સોનાની શું છે સ્થિતિ?
દેશની સાથે જ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે. અનેક બ્રોકરેજ ફર્મએ અંદાજો લગાવ્યો છે કે, સોનાનો ભાવ આ વર્ષના અંત સુધી રૂ. 63,000 ને પાર પહોંચી જશે. HDFC સિક્યોરિટીઝનું કહેવું છે કે સોનાની કિંમત આ વર્ષના અંત સુધી 65,000 રૂપિયા પ્રતિ 10 થઈ શકે છે. આજે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ 2,040.46 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. તેમજ ચાંદીની વાત કરવામાં આવે તો આ 25.82 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે.

24 કેરેટ સોનાથી ઘરેણાં બનાવી શકાય
સામાન્ય રીતે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, પણ તેનાથી સોનાના ઘરેણાં ન બનાવી શકાય. કેમ કે તે ખૂબ જ સોફ્ટ હોય છે. એટલે જ ઘરેણાં બનાવવામાં 22 કેરેટ સોનાનો જ ઉપયોગ સૌથી વધારે થાય છે. આ જ કારણોથી કિંમતમાં અંતર જોવા મળે છે. નોંધનીય છે કે, 24 કેરેટમાં 99.9 ટકા, 22 કેરેટમાં 91.6 ટકા અને 18 કેરેટમાં 75 ટકા સોનું હોય છે. આજે 22 કેરેટ સોનાનો ભાવ 57,150 પ્રતિ 10 ગ્રામ છે.

Most Popular

To Top