Business

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો: ચાંદી અચાનક 17,000 સસ્તું, જાણો સોનાની કિમત કેટલી થઈ !!

દિવાળી અને ધનતેરસના તહેવારોની વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં અચાનક ઘટાડો નોંધાયો છે. રોકાણકારો અને ખરીદદારો માટે આ સારો મોકો બની શકે છે. કારણ કે ધનતેરસ પહેલા સોના ચાંદીના રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી હવે કિંમતોમાં મોટી રાહત મળી છે.

ભારતીય બુલિયન માર્કેટમાં આજે તા. 20 ઓક્ટોબર સોમવારે દિવાળીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં રેકોર્ડ સ્તર પર પહોંચેલા કિંમતો હવે ઘટવા લાગ્યા છે. ચાંદીના ભાવમાં રૂ 17,000 સુધીનો ઘટાડો થયો છે. જ્યારે સોનું પણ રૂ 5,000 થી વધુ સસ્તું થયું છે.

તા. 16 ઓક્ટોબરે MCX પર ચાંદીના ભાવ રૂ 1,70,000 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા હતા. પરંતુ આજે તે ઘટીને રૂ 1,53,000 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે. એટલે કે ચાંદીના ભાવમાં કુલ રૂ 17,000નો ઘટાડો થયો છે. માત્ર એક જ દિવસમાં ચાંદીના ભાવમાં આટલો ઘટાડો જોવા મળ્યો છે. જે ચાંદીના ખરીદદારો માટે એક ઉત્તમ તક છે.

જોકે સોનાની વાત કરીએ તો તા. 16 ઓક્ટોબરે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ 1,32,000 હતો. જ્યારે આજે તે રૂ 1,26,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે રૂ 5,000થી વધુનો ઘટાડો નોંધાયો છે. ધનતેરસ પહેલા રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી હવે કિંમતોમાં રાહત જોવા મળી છે.

IBJAના નવા દરો:
ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર તા.17 ઓક્ટોબરે 24 કેરેટ સોનાનો ભાવ રૂ 1,30,834 હતો. જ્યારે આજે તે ઘટીને રૂ 1,26,730 થયો છે. એટલે કે રૂ 4,000નો ઘટાડો નોંધાયો છે.

  • 23 કેરેટ સોનું: રૂ 1,26,223 (રૂ 4,000 નો ઘટાડો)
  • 22 કેરેટ સોનું: રૂ 1,16,085 (રૂ 3,000 નો ઘટાડો)
  • 18 કેરેટ સોનું: રૂ 95,048 (રૂ 3,000 નો ઘટાડો)

ખરીદદારો માટે તક
દિવાળી અને ધનતેરસના તહેવાર દરમિયાન સોનું-ચાંદી ખરીદવાની પરંપરા છે. હાલમાં ભાવ ઘટવાથી ખરીદદારો માટે આ અનોખી તક બની છે. જો કે IBJAના આ દરોમાં GST અને મેકિંગ ચાર્જ શામેલ નથી. ઘરેણાં ખરીદતી વખતે ટેક્સ અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે.

દિવાળીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં આવી મોટી ઘટાડાની લહેર રોકાણકારો અને ખરીદદારો માટે ખુશખબર સમાન છે. હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં કિંમતો સ્થિર રહે છે કે વધુ ઘટે છે.

Most Popular

To Top