સુરત: ભાથાના (Bhatha) નસનજી એસ્ટેટનાં એક ત્રણ માળનાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના (Groundfloor) વિશાળ ગોડાઉનમાં (Godown) મધરાત્રે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ત્રીજા માળનો સ્લેબ ગરમ થવા માંડ્તા કારીગરોને (Artisans) ગ્રાઉન્ડ ફ્લોરના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. જોકે આગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં તમામ કારીગરો નીચે દોડી જતા કોઈ જાનહાની નોંધાય ન હતી. એટલું જ નહીં પણ સમય સર ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લાખોની કિંમતના સાડીના પાર્સલો બચાવવામાં સફળ રહ્યા હતા.
- ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવી લાખોની કિંમતના સાડીના પાર્સલો બચાવવામાં સફળ રહ્યા
- કારીગરોને આગ લાગી હોવાનો અહેસાસ થઈ જતા બિલ્ડીંગ બહાર દોડી ગયા હતા
રોહિત ખલાસી (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ 11:09 મિનિટનો હતો. 37×100 ફૂટ લાંબા સાડીઓના પાર્સલથી ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ દુભાલ, માન દરવાજા અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લાખોની કિંમતના સાડીના પાર્સલો બચાવવામાં સફળ થયા હતા. આ દુર્ઘટનામાં સમય સર કારીગરોને આગ લાગી હોવાનો અહેસાસ થઈ જતા બિલ્ડીંગ બહાર દોડી ગયા હતા. જેને લઈ કોઈ જાનહાની પણ નોંધાય નથી.
તુષાર ચોરસિયા (કારખાનેદાર)એ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગના ત્રીજા માળે તેમનું ખાતું છે. બિલ્ડિંગ ભોયતળિયા અને ગોડાઉન સાથે ત્રણ માળ ધરાવે છે. ગોડાઉનમાં સાડીઓના પાર્સલ મુકવામાં આવ્યા હતા. કોઈ કારણસર આગ સાથે ધુમાડો બહાર નીકળતા ઉપરાંત ત્રીજા માળ નો સ્લેબ ગરમ થવા લાગતા કારીગરો આશ્ચર્યમાં પડી ગયા હતા. તપાસ કરતા ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ થતાં જ દોડીને નીચે ઉતરી ગયા હતા. જોકે સમય સર ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવતા કારીગરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.