GoAir ના એક પાયલોટ (PILOT)ને પીએમ મોદી (PM MODI) વિરુદ્ધ કરેલા એક ટ્વીટમાં વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટને કારણે કંપનીએ પાઇલટને નોકરીથી કાઢી મુક્યો છે. ગોએર એક નિવેદનમાં જણાવ્યું છે કે સંબંધિત કર્મચારીએ કંપનીની સોશ્યલ મીડિયા નીતિ (SOCIAL MEDIA POLICY) નું ઉલ્લંઘન કર્યું છે. જેથી આ નિવેદન સાથે ગોએર કોઈ સુસંગત નથી અને આ નિવેદન માટે કંપની જવાબદાર નથી, જેથી પાયલોટને બરતરફ કરવામાં આવે છે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર, “GoAir ની ઝીરો ટોલરન્સ પોલિસી (ZERO TOLERANCE POLICY) છે અને તે બધા કર્મચારીઓ માટે કંપનીના રોજગાર નિયમો, નીતિઓનું પાલન કરે તે હિતાવહ છે. આમાં સોશિયલ મીડિયા પર કર્મીનું વર્તન પણ શામેલ છે. કોઈપણ કર્મચારી અથવા વ્યક્તિના વ્યક્તિગત મંતવ્યોથી, કંપની પોતે કોઈ સંબંધ રાખતી નથી. ગોએર કટોકટી અસરથી પાયલોટની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. “
પાયલોટે ગુરુવારે પોતાની ટ્વિટ (TWEET) માં લખ્યું કે, પ્રધાનમંત્રી મૂર્ખ હે લેકિન આપ મુજે મૂર્ખ કહે સકતે હે, ક્યોંકિ મેં કોઈ અહેમિયત નહીં રખતા મે પ્રધાનમંત્રી નહિ હુના.
પાછળથી પાયલોટે તેનું ટ્વીટ ડિલીટ (DELETE TWEET) કર્યું હતું અને માફી પણ માંગી હતી. તેમણે લખ્યું કે,”હું વડા પ્રધાન વિશેના મારા ટ્વીટ માટે માફી માંગુ છું, જે કોઈની લાગણી દુભાય છે તેને લાગુ પડી શકે છે. હું કહેવા માંગુ છું કે ગોએર મારી કોઈપણ ટ્વીટ સાથે સીધી અથવા આડકતરી રીતે જોડાયેલ નથી. આ મારા અંગત મંતવ્યો હતા. “