National

ગોવા ક્લબ અગ્નિકાંડ: થાઇલેન્ડમાં પકડાયા લૂથરા બ્રધર્સ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ

ગોવાના નાઇટક્લબમાં ગઈ તા. 6 ડિસેમ્બર શનિવારે લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાના મુખ્ય આરોપી ગણાતા લૂથરા બ્રધર્સ ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરાને થાઇલેન્ડમાં પકડી લેવાયા છે. હાલ બંનેને ભારત લાવવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

અગ્નિકાંડ બાદ દેશ છોડીને ભાગ્યા હતા
6 ડિસેમ્બરની રાત્રે આગ લાગ્યા બાદ બંને ભાઈઓ ગોવાથી નીકળી ગયા હતા. તપાસ પછી જાણવા મળ્યું કે તેઓએ 7 ડિસેમ્બરની રાત્રે 1:17 વાગ્યે તેમણે MakeMyTrip દ્વારા ફ્લાઇટ બુક કરીને દેશ છોડ્યો હતો. આથી બચવા માટે CBIએ ઇન્ટરપોલ થકી બ્લુ કોર્નર નોટિસ જારી કરાવી હતી. ચર્ચા મુજબ તેઓ થાઇલેન્ડમાં છુપાયા હતા. જ્યાંથી હવે તેમને ઝડપી લેવાયા છે.

ધરપકડ ટાળવા આગોતરા જામીનની અરજી
ગૌરવ અને સૌરભ લૂથરાએ દિલ્હીની અદાલતમાં આગોતરા જામીનની અરજી પણ કરી હતી, જોકે કોર્ટએ તેને નકારી કાઢી હતી.

લૂથરા બ્રધર્સના વકીલે દલીલ કરી હતી કે તેઓ ક્લબના માલિક નથી, માત્ર ઓપરેશન માટે લાઇસન્સ રાખે છે, દિવસે દિવસે મેનેજમેન્ટ સ્ટાફ કંટ્રોલ કરે છે પરંતુ કોર્ટએ આ દલીલો સ્વીકારી નહોતી.

ગોવા પોલીસે અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી
મામલાની તપાસમાં ગોવા પોલીસે નાઇટક્લબના સ્ટાફ અને મેનેજમેન્ટમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર ઘટના એટલી ભયાનક હતી કે જગ્યાએ મૃતદેહો એકબીજા પર પડેલા મળી આવ્યા હતા.

મુખ્‍યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે ઘટનાની તપાસ રિપોર્ટ આગામી 8 દિવસમાં રજૂ થશે. ઉપરાંત રાજ્યભરમાં તમામ ક્લબોની સલામતી ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે.

લૂથરા બ્રધર્સના પાસપોર્ટ રદ
ગોવા સરકારની માંગણી પર વિદેશ મંત્રાલયે લૂથરા બ્રધર્સના પાસપોર્ટની કાયદેસરતા સમાપ્ત કરી દીધી છે. હવે બંનેને ભારત લાવી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top