આજની દુનિયામાં આ એક એવો વિષય છે, જે દરેક ખંડ, દરેક દેશ અને દરેક વ્યક્તિના જીવનને અસર કરે છે – તે છે “ગ્લોબલ વોર્મિંગ”. વૈજ્ઞાનિકો વર્ષોથી ચેતવણી આપતા આવ્યા છે કે પૃથ્વીનો તાપમાન ધીમે ધીમે વધી રહ્યો છે અને જો સમયસર પગલાં ન લેવાય, તો તેનું ભયાનક ભવિષ્ય આપણું પોતાનું નિરાકરણ બની શકે છે. આ માટેની મુખ્ય જવાબદારી માનવ જાત પર આવી પડે છે, કારણ કે ઔદ્યોગિકરણ, વાહનો, જંગલોના વિનાશ અને ખનિજ ઇંધણના વધતા ઉપયોગથી બનેલ હરિતગૃહ વાયુઓ (Greenhouse Gases) ગ્લોબલ વોર્મિંગના મૂળ કારણો છે.
ગ્લોબલ વોર્મિંગનો સીધો અર્થ છે – પૃથ્વીનું સરેરાશ તાપમાન વધવું. અગાઉના શતકોથી નોંધાયેલા આંકડા બતાવે છે કે પૃથ્વીનું તાપમાન ખતરનાક રીતે વધી રહ્યું છે. 20મી સદીના અંત પછી આ વૃદ્ધિ વધુ ઝડપથી થઈ છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા વાયુઓના કારણે. આ વાયુઓ પૃથ્વીના વાતાવરણમાં ઉષ્મા રોકી રાખે છે અને પરિણામે વાતાવરણ ગરમ થાય છે.
આ વધતા તાપમાનના અસરકારક પરિણામો આજે આપણે અમારા આસપાસ જોઈ શકીએ છીએ. ધ્રુવીય બરફની સપાટી ઓછા થતાં સાગર સ્તર ઊંચા થઈ રહ્યા છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તીવ્ર તાપદહ, સુકીપટ્ટીઓમાં વરસાદની અછત અને બીજી તરફ વારંવારનો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. વાતાવરણની આવી પરિસ્થિતિએ ખેતી-વાવેતર, પાણીની ઉપલબ્ધતા અને માનવ આરોગ્ય પર ગંભીર અસર ઊભી કરી છે.
વિશ્વભરના વૈજ્ઞાનિકો, પર્યાવરણ પ્રેમીઓ અને રાજકીય નેતાઓ આ સમસ્યાનું નિવારણ શોધવા માટે ભેગા થઈ રહ્યા છે. પેરિસ કરાર (Paris Agreement) જેવો આંતરરાષ્ટ્રીય પ્રયાસ એક આશાની કિરણ તરીકે સામે આવ્યો છે, જેમાં ઘણી દેશોએ હાનિકારક વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો લાવવા માટે સંકલ્પ લીધો છે. ભારતે પણ નવનવી ઉર્જાના સ્ત્રોતો – જેમ કે સૂર્ય ઊર્જા અને પવન ઊર્જા – તરફ અભિમુખ થવાનું નક્કી કર્યું છે. પરંતુ, માત્ર સરકારો અને ઉદ્યોગજગતના પ્રયાસો પૂરતા નથી. સામાન્ય નાગરિક તરીકે આપણો પણ ફરજ બને છે કે આપણે પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનો. નવિનીકરણીય ઊર્જાનો ઉપયોગ, પ્લાસ્ટિકના બદલે પર્યાવરણમૈત્રી સામગ્રીનો ઉપયોગ, વૃક્ષારોપણ, વાહન વ્યવહારમાં મિતવ્યયીતા અને ઊર્જાની બચત જેવા નાના પ્રયાસો મોટી અસર કરી શકે છે.
અત્યાર સુધીની ઢીલાશ હવે ચાલશે નહીં. ગ્લોબલ વોર્મિંગ માત્ર ભવિષ્યની ચિંતા નથી, તે વર્તમાનની ગંભીર સમસ્યા છે. આપણે હવે વિચારવાનું નહીં, કાર્યરત થવાનું છે. આજે લેવાયેલાં પગલાં જ આવતી પેઢીઓને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને જીવવા યોગ્ય પૃથ્વી આપી શકે છે. શાસ્ત્રો પણ કહે છે કે “વસુધૈવ કટુંબકમ્” – આખી પૃથ્વી આપણું કુટુંબ છે. તો ચાલો, પોતાનું અને આખી માનવજાતનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ગ્લોબલ વોર્મિંગ સામે એકસાથે લડીશું. આ એક ગહન ચિંતાનો વિષય છે.
હાલમાં કેટલાક લોકોએ તેની ચિંતા શરૂ કરી છે પરંતુ સાચી વાતતો એ છે કે તે ખૂબ જ મોડી છે. ખરેખર તો ગઇ સદીની શરૂઆતમાં જ તેના પર ગહન અને ચિંતન શરૂ થઇ જવું જોઇતું હતું. પરંતુ હવે મોડી શરૂઆત થઇ છે ત્યારે પર્યાવરણની ચિંતા દરેક સ્તરે અને દરેક ઉંમરના લોકો કરે તો જ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકાય તે છે. નહીં તો આગામી પેઢીએ વિચાર્યું પણ નહીં હોય તેવું ભવિષ્ય આપવા માટે તત્પર હોય તેવું હાલની સ્થિતિ પરથી તો લાગી રહ્યું છે. ગરમી અસહ્ય થઇ રહી છે જેને કારણે એરકન્ડીશનનો ઉપયોગ વધી રહ્યો છે અને એર કન્ડીશનનો ઉપયોગ જેટલો વધશે તેટલો જ કાર્બન ડાયોકસાઇડ અને મીથેન વાતાવરણમાં વધશે એટલે ગરમીના પ્રમાણમાં ફરી વધારો થશે તેમાં કોઇ જ બેમત નથી.
ઈ ન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન કલાયમેટ ચેન્જ (આઈપીસીસી)ના છેલ્લામાં છેલ્લા રિપોર્ટમાં કલાયમેટ ચેન્જથી માનવજાત સામે રહેલા જોખમ સંદર્ભમાં ગંભીર ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. હીટ વેવ્સ, પૂર, દૂકાળ, તોફાની વરસાદ અને વાવાઝોડા જેવી ભયાનક કુદરતી આફતો બાબતે પણ ચેતવણી આપવામાં આવી છે. આમાંની કેટલીક આફતો ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આજે જોવા મળી રહી છે. માનવ જો પોતાની વર્તણૂંકમાં સુધારો કરશે તો ગ્લોબલ વાર્મિંગને ૨૦૪૦ સુધીમાં ૧.૫૦ ડિ.ગ્રી. સેલ્સિયસ સુધી સીમિત રાખી શકાશે. અને આમ થશે તો, કુદરતી આફતોને અટકાવી શકાશે.
ભારતની વાત કરીએ તો, પેરિસ કરારને સિદ્ધ કરવા ૨૦૩૦ સુધીમાં દેશમાં કેટલીક બાબતોનો અમલ થઈ જવો જરૂરી છે. આમાંની એક મુખ્ય બાબત વીજ ઉત્પાદન સ્રોતોમાં બદલાવ. ભારતે બને એટલા ઝડપથી સૌર તથા પવન ઊર્જા જેવી ક્લિન એનર્જી તરફ વળવાનું રહેશે. પેરિસ કરાર ભલે ભારત સરકાર સ્તરે થયો હોય પરંતુ દેશના વિવિધ રાજ્યો તથા નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓ જેની સ્થાનિક સંસ્થાઓએ પણ પોતાની જવાબદારી તેમાં પૂરી કરવાની રહેશે.
ગ્લોબલ વાર્મિંગને નિયંત્રણમાં લેવામાં કોઈપણ લાપરવાહી માનવ જીવન સામે ખતરો તો છે જ પણ દેશના અર્થતંત્ર માટે પણ તેઆફતરૂપ બની શકે છે ખાસ કરીને દેશની બેન્કો સહિતની નાણાંકીય સંસ્થાઓ ગ્લોબલ વાર્મિંગ થકી થનારા નુકસાનનો ભોગ બની શકે છે. કોવિડ-૧૯ જેવી મહામારી એકસો વર્ષમાં એકજ વખત દેખા દેતી હોય છે અને તે કામચલાઉ હોય છે જેને પ્રતિકારક પગલાં મારફત મારી હઠાવી શકાય છે. પરંતુ ગ્લોબલ વાર્મિંગને કારણે જમીનો ધસી પડવી, વાવાઝોડા, પૂર તથા ધરતીકંપ જેવી સામેથી નોતરેલી આફતો દેશની આર્થિક સ્થિતિ સામે ખાસ કરીને બેન્કો જેવી નાણાં સંસ્થાઓ માટે એક નવા પ્રકારના જોખમ તરીકે ઊભરી રહી છેે.
દેશની બેન્કો નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ)ની સમશ્યામાંથી બહાર આવી રહી છે ત્યારે છેલ્લા બે વર્ષમાં ઉપરાઉપરી સામનો કરવો પડેલી વાવાઝોડાની સ્થિતિ આપણી માટે વેક અપ કોલ જેવી ગણાવી જોઈએ. હાલમાં વધતી જતી કુદરતી આફતોને કારણે નુકસાન ખાસ કરીને કૃષિ તથા ઉદ્યોગોને થતા નુકસાનને અટકાવવાનું આયોજન આજના સમયની માગ છે અન્યથા આવા પ્રકારની નુકસાનીનો બોજ બેન્કો અને વીમા કંપનીઓ પર આવ્યા વગર નહીં રહે તે વાત નિશ્ચિત છે. હવે બહુ દૂરની વાત નહીં કરીએ એશિયાની જ કરીએ તો ખાડીના દેશો અને રાજસ્થાનના જોધપુર જેવા રણની વચ્ચે આવેલા શહેરોમાં પૂર આવે તેવું કોઇએ ક્યારેય વિચાર્યું ન હોય પરંતુ પૂર આવ્યું તે સનાનત સત્ય છે. તેવી જ રીતે એક જ સિઝનમાં ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ થાય છે. વારંવાર કમોસમી વરસાદ પડે છે તેનાથી પણ પાકને નુકસાન થઇ રહ્યું છે આમ આ સમસ્યા માનવ સામે સૌથી મોટો પડકાર છે તેમ કહીએ તો ખોટુ નથી.
