NEWSFLASH

શું માર્ક ઝકરબર્ગ આપશે ફેસબુકમાંથી રાજીનામુ ?કંપનીએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હી: વૈશ્વિક ફલક (Global Platform) ઉપર સોશિઅલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ અને અન્ય મોટી મોટો કંપનીઓના બુરા હાલ છે. પહેલા ટ્વીટર (Twitter) ત્યારબાદ એમેઝોન (Amazon) અને હવે ફેસબુક (Facebook) માટે માઠા સમાચાર છે. જેના સંકેતો ને લઇને સનસની ફેલાઈ ગઈ છે. 22 નવેમ્બરના રોજ સામે આવેલા કેટલાક અહેવાલો મુજબ દાવો કરાઈ રહ્યો છે કે માર્ક ઝકરબર્ગ આવતા વર્ષે તેમના પદ પરથી રાજીનામું આપશે જોકે આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા છે.સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક નજર કરીએ તો માર્ક ઝકરબર્ગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાના સીઇઓ છે. આવામાં હાલ એક રુમારે બજારમાં જબરી સનસની ફેલાવી છે.જેને લઇબે વૈશ્વિક રીતે ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. જેને લઇને હવે ખુલાસાઓના દોર પણ શરુ થઇ ગયા છે.

શું કહી રહ્યા છે મેટાના પ્રવક્તા
મોટી કંપનીઓની હલચલના દોરને કારણે હવે ફેસબુકનું પ્લેટફોર્મ પણ ચર્ચાઓમાં આવી ગયું છે.જેનું એક મુખ્ય કારણ પૈકીનું એક કારણ આ પણ છે કે પાછળ મહિનાઓ દરમ્યાન ફેસબુકના યુઝર્સની સંખ્યાના લગાતાર ઘટાડો થઇ રહ્યો છે.ઇન્ડેક્સ ઉપર ફેસબુકના શેરની કિંમતો પણ ક્રેશ થઇ ગઈ છે જેને લઇને બજાર માં આ પ્રકારની અફવાઈ જોર શૉરમાં ચાલી રહી છે..જોકે રાજીનામાંની વાતને લઇને મેટાના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઝકરબર્ગના રાજીનામાની વાત ખોટી છે. લીક્સે માહિતી આપી હતી કે વર્ષ 2023માં માર્ક ઝકરબર્ગ પોતાના પદ પરથી રાજીનામું આપશે. અહેવાલમાં અનામી સ્ત્રોતોને ટાંકવામાં આવ્યા છે.

કંપનીમાં તાજેતરમાં 11 000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી
તાજેતરમાં કંપનીમાંથી કુલ 11,000 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. મેટા છેલ્લા કેટલાક સમયથી આવક અને જાહેરાતને લઈને સંઘર્ષ કરી રહી છે. કંપનીએ હાલમાં જ 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ માહિતી ખુદ માર્ક ઝકરબર્ગે આપી હતી. ઝકરબર્ગે આ છટણીના અનુસંધાનમાં ખુલાસો કરતા કહ્યું હતું કે,કંપનીએ ખર્ચમાં વધારાનું કારણ આપીને કર્મચારીઓને દૂર કર્યા છે જેની તેમણે દિલગીરી પણ વ્યક્ત કરી હતી.જો આ અહેવાલોની માનીયે તો, મેટા દ્વારા બરતરફ કરાયેલા લોકોને ચાર મહિનાનો વધારાનો પગાર આપવામાં આવશે. મેટા પહેલા ટ્વિટરે મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

18 વર્ષમાં પ્રથમ વખત કંપનીએ પ્રથમ વખત કરી છટણી
ફેસબુયુક વર્ષ 2004 માં શરૂ થયેલ કંપની છે જે હવે મેટા બની ગયું છે. 18 વર્ષમાં પહેલીવાર કંપનીએ એવી સ્થિતિનો સામનો કર્યો છે કે હજારો લોકોએ તેમની નોકરી ગુમાવી પડી છે. એક રિપોર્ટ્સ અનુસાર, મેટામાં કામ કરતા લોકોની સંખ્યા લગભગ 87 હજાર છે. મેટાનો સ્ટોક સતત ઘટી રહ્યો છે અને તેની કંપનીના માર્કેટ કેપ પર ખરાબ અસર પડી છે. આ વર્ષે મેટાનો સ્ટોક 73% ઘટ્યો છે. છેલ્લા એક વર્ષમાં મેટાનો સ્ટોક ફ્લોર પર પહોંચવાની અણી પર છે. ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં કંપનીના શેરની કિંમત $338 હતી જે આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં $88.91 પર પહોંચી ગઈ હતી. જોકે માર્ક ઝકરબર્ગના રાજીનામાના સમાચાર વચ્ચે મેટાના શેરના ભાવમાં વધારો થયો છે.હાલમાં મેટાના શેરનો ભાવ 1.58 ટકા વધીને $111.44 હતો.

Most Popular

To Top