World

TRUMPના એક પોસ્ટથી ગ્લોબલ ડિપ્લોમસી ગરમ

પાકિસ્તાન બનશે અમેરિકા-ઇરાન વચ્ચેનો “સિક્રેટ બ્રિજ”?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા પાકિસ્તાનના વડાપ્રધાન Shehbaz Sharifનો એક પોસ્ટ શેર કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ એક સરળ શેર નથી માનવામાં આવી રહ્યો, પરંતુ પાછળથી ચાલતી “બેકચેનલ ડિપ્લોમસી”નો સંકેત માનવામાં આવી રહ્યો છે.

શેહબાઝ શરીફે પોતાના પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો બંને પક્ષ સહમત થાય તો પાકિસ્તાન અમેરિકા અને ઇરાન વચ્ચેની ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન “મહત્વપૂર્ણ અને અંતિમ” વાતચીત માટે હોસ્ટ બનવા સન્માનિત રહેશે. આ નિવેદન પછી તરત જ ટ્રમ્પે તેને પોતાની પ્લેટફોર્મ પર શેર કર્યું, જેને કારણે ડિપ્લોમેટિક વર્તુળોમાં હલચલ મચી ગઈ.આ સમગ્ર ઘટનાક્રમ Washington અને Tehran વચ્ચે વધતી તણાવભરી સ્થિતિ વચ્ચે સામે આવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન સાથે સાથે Egypt અને Türkiye પણ શાંતિ માટે મધ્યસ્થ બનવાના પ્રયાસોમાં છે.

વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રેસ સેક્રેટરી Karoline Leavittએ આ સ્થિતિને “સેન્સિટિવ અને ફ્લુઇડ” ગણાવી છે અને મીડિયામાં ચાલી રહેલી અટકળોને અંતિમ સત્ય માનવા સામે ચેતવણી આપી છે.
બીજી તરફ, અહેવાલો અનુસાર અમેરિકા દ્વારા પાકિસ્તાન મારફતે ઇરાનને 15 મુદ્દાની શરતો મોકલવામાં આવી છે. આ પ્રક્રિયામાં Jared Kushner અને Steve Witkoff જેવા મહત્વના લોકો પણ જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ નવી ડિપ્લોમેટિક હલચલ ત્યારે તેજ થઈ છે જ્યારે ટ્રમ્પે ઇરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાને પાંચ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ઇરાન સાથે “પ્રોડક્ટિવ વાતચીત” ચાલી રહી છે, જોકે Iranએ સીધી ચર્ચા નકારી છે.હાલ સ્થિતિ અસ્પષ્ટ છે, પરંતુ એક વાત ચોક્કસ છે, પાકિસ્તાન હવે આ ગ્લોબલ સંઘર્ષમાં એક મહત્વપૂર્ણ ખેલાડી બની રહ્યું છે.

Most Popular

To Top