National

‘અમારા લગ્ન કરાવો’, મહારાષ્ટ્રમાં એક સાથે 50 કુંવારાઓએ કાઢ્યો અનોખો વરઘોડો

પુણે: છોકરો હોય કે છોકરી દરેકને પોતાના જીવનમાં લગ્ન માટે અનેક અરમાન હોય છે.પરંતુ અમને લગ્ન માટે છોકરી જ ન મળતી હોય તો? આવી જ સ્થિતિ છે મહારાષ્ટ્ર (Maharashtra) માં. જ્યાં છોકરી ન મળવાના કારણે કુંવારાઓએ (bachelors) વરઘોડો કાઢ્યો અને સરકારને રજૂઆત કરી. સાંભળીને તમને અજીબ લાગશે પરંતુ આ હકીકત છે.

  • સોલાપુરમાં 50 લગ્ન લાયક કુંવારાઓનો અનોખો વરઘોડો
  • કન્યા શોધી આપવાની માંગ સાથે કલેકટર કચેરીએ પહોંચ્યા
  • ઘોડાઓ પર બેસી બેન્ડ વાજા સાથે વરરાજાઓ કલેકટર કચેરીએ પહોંચ્યા
  • ગેરકાયદે ગર્ભપરીક્ષણ સામે કડક પગલા લેવાની માંગસાથે આવેદનપત્ર અપાયું

મહારાષ્ટ્રના સોલાપુરમાં એક અનોખો વરઘોડો નિકળ્યો હતો જેમાં અનેક વરરાજાઓ હતા અને તેઓ કોઇ કન્યાઓને પરણવા માટે નહીં પણ પોતાને માટે કન્યા શોધી આપવાની માગણી કરવા માટે કલેકટર કચેરીએ જઇ રહ્યા હતા. આ વરરાજાઓ રીતસર ઘોડા પર બેસીને નિકળ્યા હતા અને સાથે બેન્ડ વાજા વાળા પણ હતા.

કન્યા શોધવા કલેકટરને રજૂઆત કરાઈ
મહારાષ્ટ્રમાં છોકરાઓ અને છોકરીઓના પ્રમાણમાં વધતા તફાવત વચ્ચે આ વરઘોડાનું આયોજન એક સ્થાનિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનો ખરેખરો હેતુ તો કન્યા ભૃણ હત્યા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હતો. કન્યા માટેની માગ ફક્ત પ્રતિકાત્મક રીતે કરવામાં આવી હતી. બેન્ડ વાજા સાથે આ વરઘોડો કલેકટર કચેરીએ પહોંચ્યો હતો જ્યાં કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને બાળક છોકરો છે કે છોકરી તે જાણવા માટે ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ગર્ભપરીક્ષણની પ્રવૃતિ સામે કડક પગલા લેવાની માગણી કરવામાં આવી હતી.

લોકો અમારી મજાક ઉડાવી રહ્યા છે: રમેશ બારસ્કર
આ કાર્યક્રમનું આયોજન કરનાર જ્યોતિ ક્રાંતિ પરિષદના સ્થાપક રમેશ બારસ્કરના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં જાતિય અસંતુલનને ઉજાગર કરવા માટે વરઘોડાનું નામ ‘દુલ્હન મોરચા’ રાખવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે લોકો આ મોરચાની મજાક ઉડાવી રહ્છેયા , પરંતુ વિકટ વાસ્તવિકતા એ છે કે લગ્ન કરવા યોગ્ય યુવકો પોતાના માટે કન્યા શોધી શકતા નથી કારણ કે રાજ્યમાં રેશિયો વધારે છે. જો કે આ મોરચાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બારસ્કરે દાવો કર્યો હતો કે હાલની સ્થિતિ મુજબ, પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. મહારાષ્ટ્રમાં 1,000 છોકરાઓ પર 889 છોકરીઓ છે. આ અસમાનતા સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે છે અને આ અસમાનતા માટે સરકાર જવાબદાર છે.

Most Popular

To Top