Sports

“પરિણામો આપો, બહાના નહીં”: સતત હાર બાદ કોચ ગૌતમ ગંભીર દબાણમાં, પૂર્વ ક્રિકેટરે આકરી ટીકા કરી

ટીમ ઈન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં મળેલી નિરાશાજનક હાર બાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર દબાણ સતત વધી રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાના મતે જો ભારત ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પણ ગુમાવે છે, તો ગંભીરનું કોચિંગ ભવિષ્ય ગંભીર સંકટમાં મુકાઈ શકે છે.

પ્રથમ ટેસ્ટમાં ભારતે 800થી વધુ રન બનાવ્યા હતા અને પાંચ સદી ફટકારી હોવા છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ છેલ્લાં 9 ટેસ્ટમાંથી ભારતની 7મી હાર છે, જે ગંભીર માટે ચિંતાનું કારણ બની છે.

ભારતની 7મી હાર પછી ભારત માટે આવનારી ટેસ્ટ મેચ મહત્ત્વની બની છે, કારણ કે આ શ્રેણી જીતીને ગંભીર પોતાના કોચિંગ કરિયરનું ભવિષ્ય બચાવી શકે છે.

આકાશ ચોપરાની ગંભીર પર ટીકા
ગૌતમ ગંભીર પર ઘણું દબાણ છે. તેના કોચિંગમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બે અને ઓસ્ટ્રેલિયા સામે એક મેચ જીતી શકી છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ, ઓસ્ટ્રેલિયા સામે ત્રણ અને હવે ઇંગ્લેન્ડ સામે એક મેચ ટીમ હારી છે. જો ભારત આ શ્રેણી હારી જાય, તો પ્રશ્ન ઊભો થશે કે ટીમ ક્યાં જઈ રહી છે?”

ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા
સતત હાર વચ્ચે પણ ગૌતમ ગંભીર ખેલાડીઓનું સમર્થન કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ ગૌતમે ટીમની બોલિંગ લાઈન અપનું સમર્થન કર્યું છે. ગંભીરે કહ્યું અમે અમારી યોજના પર કાયમ છે. યોજના બદલી નથી. બુમરાહ ફિટનેસ જાળવી રાખે તે માટે ઈંગ્લેન્ડ સાથેની પાંચ મેચમાંથી તે ફક્ત ત્રણ ટેસ્ટ રમશે.

Most Popular

To Top