National

રાજકીય કરિયરને અલવિદા કહેશે ગૌતમ ગંભીર, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને કરી અપીલ

નવી દિલ્હીઃ પૂર્વ દિલ્હીના (East Delhi) ભાજપના સાંસદ (BJP MP) ગૌતમ ગંભીરે (Gautam Gambhir) રાજનીતિને અલવિદા કહી દીધુ છે. તેમણે આ અંગે પીએમ મોદી (PM Modi) અને અમિત શાહને (Amit Shah) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વિનંતી કરી છે. ગૌતમ ગંભીર 2019માં લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં (Parliament) પહોંચ્યા હતા. તેમજ ગંભીર હવે માત્ર ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આથી તેમણે રાજનીતીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.

ગંભીરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું,- મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે મને મારી રાજકીય ફરજોમાંથી મને મુક્ત કરે. જેથી હું મારી આગામી ક્રિકેટની ફરજો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકું. હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સાથે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા તેમણે લખ્યું- મને લોકોની સેવા કરવાની તક આપવા બદલ આભાર. જય હિંન્દ.

જણાવી દઇયે કે ગૌતમ ગંભીર હાલમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ બન્યા હતા. તેમણે 2019માં પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી બમ્પર જીત મેળવી હતી. તેમજ ગંભીરે કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર સિંહ લવલીને 3,91,222 મતોથી હરાવ્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે ગૌતમ ગંભીરની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ આજે 1 માર્ચે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે પોતે રાજકારણ છોડી દેવાની વાત કહી. જેમા ગંભીરે કહ્યું કે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કરી છે અને અપીલ કરી છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી.

ગૌતમ ગંભીર T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011માં ભારતીય ટીમના સભ્ય રહી ચૂક્યા છે. ગૌતમ ગંભીરે બંને ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ગંભીરે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં 54 બોલમાં 75 રન બનાવ્યા હતા. તેમજ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં તેમણે 91 રન બનાવ્યા હતા. ગંભીર હાલમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર છે. તેમજ તેઓ લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)નો મેન્ટર પણ રહી ચૂક્યા છે.

ગૌતમ ગંભીરની સિધ્ધીઓ
24-9-2007: T20 વર્લ્ડ કપ ફાઈનલ (2007), જોહાનિસબર્ગ: 75 રન બનાવ્યા, મેચનો સર્વોચ્ચ સ્કોર (ભારત ચેમ્પિયન)
2-4-2011: ODI વર્લ્ડ કપ ફાઈનલ (2011), મુંબઈ: 97 રન બનાવ્યા, ભારત માટે સર્વોચ્ચ સ્કોર (ભારત ચેમ્પિયન)
23-11-2007: ICC નંબર-1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બન્યા
16-7-2009: ICC નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યા
4-12-2010: ICC નંબર-8 ODI ઈન્ટરનેશનલ બેટ્સમેન બન્યા

Most Popular

To Top