Entertainment

‘બિગ બોસ 19’ના વિજેતા ગૌરવ ખન્ના બન્યા, ચમકતી ટ્રોફી સાથે આ મોટી ઈનામી રકમ જીત્યા

કલર્સ ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 19’ નો ગ્રાન્ડ ફિનાલે ગઈ કાલે 7 ડિસેમ્બરે યોજાયો અને અંતે ગૌરવ ખન્નાને વિજેતા જાહેર કરવામાં આવ્યા. શોના હોસ્ટ સલમાન ખાને ગૌરવ ખન્નાનું નામ વિજેતા તરીકે જાહેર કર્યું હતું. ગૌરવે બિગ બોસ ટ્રોફી સાથે રૂ 50 લાખની ઈનામી રકમ પણ જીતી. જ્યારે ફરહાના ભટ્ટ સીઝનની રનર-અપ બની.

આ સીઝનની થીમ ‘ઘરવાલો કી સરકાર’ રહી હતી. આ શો ગત તા. 24 ઓગસ્ટ 2025ના રોજ શરૂ થયો હતો અને ત્રણ મહિનાથી વધુ સમય સુધી રસપ્રદ ટાસ્ક, વોટિંગ અને ડ્રામા બાદ ફિનાલે સુધી પહોંચ્યો.

ગૌરવ ખન્નાની જીત કેમ ખાસ બની?

શરૂઆતથી જ ગૌરવ ખન્નાએ પોતાની શાંત પણ અસરકારક રમત વડે દર્શકોનું દિલ જીત્યું હતું. ઘરમાં થતા ઝઘડા, ગઠબંધનો અને સ્ટ્રેટેજી વચ્ચે ગૌરવએ પોતાના ગેમ પ્લાનને ઘણી વખત છુપાવી રાખ્યો જેના કારણે તે ચર્ચામાં રહ્યો. હોસ્ટ સલમાન ખાને પણ અનેકવાર તેની સમજદારી અને ગેમ સેન્સની પ્રશંસા કરી હતી.

બિગ બોસના ઘરમાં ગૌરવનું પ્રણિત મોરે અને મૃદુલ તિવારી સાથે રમૂજી અને ક્યારેક ગંભીર સંબંધ જોવા મળ્યા હતા. ગૌરવના વ્યક્તિત્વ અને વ્યવહારને કારણે તેઓ ઘરની અંદર તેમજ બહાર બંને જગ્યાએ સતત સમાચારમાં રહ્યો હતો.

ઈનામી રકમ અને ટ્રોફી

ગૌરવ ખન્નાને આ સીઝનમાં પણ રૂ50 લાખની ઈનામી રકમ આપવામાં આવી જે અગાઉના વિજેતા કરણ વીર મહેરા (બિગ બોસ 18) જેટલી જ છે.

બિગ બોસ 19ની સફળતા સાથે ગૌરવ ખન્નાનું નામ ફરી એકવાર ટીવી જગતમાં ચર્ચાનો વિષય બની ગયું છે.

Most Popular

To Top