અમદાવાદ: પ્રવેશ વર્ષ 2026-27 માટે રાજ્યની નામાભિધિનીત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં M.E./M.Tech. અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. આજે 30 માર્ચ 2026થી શરૂ કરવામાં આવી છે.
રાજ્યની 6 પ્રાઇવેટ CoE યુનિવર્સિટીઓમાં 25 ટકા એસીપીસી બેઠકો પર માત્ર GATE પરીક્ષાના માન્ય (Qualifying) સ્કોરના આધારે પ્રવેશ આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 30 માર્ચથી 9 એપ્રિલ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. ઉમેદવારો પ્રવેશ પ્રક્રિયા, સંસ્થાઓ અને શાખાવાર ઉપલબ્ધ બેઠકો અંગેની વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે. નોંધણી માટે gujacpc.admissions.nic.in- gujacpc.admissions.nic.in વેબસાઇટનો ઉપયોગ કરવો રહેશે. આ પ્રવેશ પ્રક્રિયામાં વિવિધ શાખાઓમાં અંદાજે 358 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. B.E./B.Tech. પાસ થયેલા તેમજ હાલ અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અને 2026માં પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પણ નિર્ધારિત લાયકાતો પૂર્ણ કરવાની શરતે અરજી કરી શકશે.
ઉમેદવારોને પ્રવેશ સંબંધિત નવીનતમ માહિતી માટે સમયાંતરે એડમીશન કમિટીની વેબસાઇટ જોતા રહેવું. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અનુદાનિત અને પ્રાઇવેટ સંસ્થાઓ તેમજ અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં M.E./M.Tech. પ્રવેશ માટે PGCET/GATE આધારીત પ્રવેશ પ્રક્રિયા મે/જૂન 2026 દરમિયાન જાહેર થવાની શક્યતા છે. તેમાં GATE સ્કોર ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.