સુરત: ગાર્નેટ કોઇન (Garnet coin)ના મુખ્ય આરોપીઓનાં જામીન થઇ ચૂક્યાં છે. તેમાં ગાર્નેટ કોઇનનો મુખ્ય માસ્ટર બ્રેઇન (Master mind) ભાવિક કોરાટ હાલમાં દક્ષિણ આફ્રિકા (South Africa)માં સ્થાયી થઇ ચૂક્યો છે.
અહીં તેણે સોના અને હીરાની ખાણો (Gold & diamond mines) એક હજાર કરોડમાં ખરીદી છે. હાલમાં તેણે હિંમત નામના ઇસમને કરોડો રૂપિયા ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ (Invest in India) માટે મોકલ્યા હોવાની ચર્ચા છે. અલબત્ત, સીઆઇડી ક્રાઇમ (CID crime)દ્વારા વાસ્તવમાં તપાસમાં ગરબડ કરવામાં આવી છે કે નહીં તે તપાસનો વિષય છે. આ મામલે ડીવાયએસપી કેપ્ટન હાલમાં શંકાના દાયરામાં છે. આ શંકાના દાયરા માટેનાં કેટલાંક કારણો સાયબર ક્રાઇમ ગુજરાતમાં જે ફરિયાદમાં કરાઇ છે તે આ પ્રમાણે છે.
આ કેસ પાંચ હજાર કરોડનો છે, પરંતુ સીઆઇડી ક્રાઇમ આ કેસ 30 લાખનો બતાવે છે.
— ભાવિક કોરાટ, હિંમત સાવજરીતેશ સોજીત્રા, ધારૂ કોરાટ, હિતેશ વઘાસિયા, અનિલ ગોહેલ, જિગ્નેશની કોઇ આકરી પૂછપરછ કરવામાં આવી નથી.
— આ ઉપરાંત જે ફરિયાદ કરવા માંગતો હતો તે હસમુખ નામના ઇસમને સાઇડ ટ્રેક કરી દેવામાં આવ્યો.
— હસમુખને ભાગીદાર બનાવી તેને પછી છૂટો કરી દેવાયો હતો. તમામ પુરાવા સીઆઇડી ક્રાઇમને આપ્યા પછી કોઇ તપાસ કાર્યવાહી કરવામાં આવી નથી.
— આ તમામ આરોપીઓ દ્વારા પ્રતિદિન સો કરોડ રૂપિયા સરથાણામાં અને તેની આસપાસ આવેલા જે-તે લોકરોમાં રાખવામાં આવતા હતા.
— આ મામલે કોઇ તપાસ કરવામાં આવી નથી.
— આ ઉપરાંત વેબસાઇટ બનાવનાર અલ્પેશ અને જિગ્નેશની તો પૂછપરછ પણ કરવામાં આવી નથી.
— આ લોકો 250 જેટલા બિટકોઇનના થયેલા તમામ વ્યવહારની વિગતો વિશે વાકેફ છે.
— હિંમતે અહીં કરોડો રૂપિયાની જમીનો ખરીદી છે. રાતોરાત હિંમત કેવી રીતે કરોડપતિ થયો તેની કોઇ તપાસ કરવામાં આવી રહી નથી.
ભાવિક કોરાટે દર મહિને યુરોપિયન લોકોને ભાડે રાખ્યા હતા
ગાર્નેટ કોઇનની વેબસાઇટ ખોલતાની સાથે જ જે રીતે પ્રતિદિન પચાસ કરોડ કરતાં વધારે આવક શરૂ થઇ, તેનાથી ડઘાઇ ગયેલા ભાવિક કોરાટે યુરોપિયનોને શોપીસ તરીકે રાખ્યા હતા. જેથી ઇન્વેસ્ટમેન્ટ માટે આવતા લોકોને બતાવાતું હતું કે ફોરેનરો તેઓ સાથે પાર્ટનર છે.
શું છે આ ગાર્નેટ કોઇન
આ ગાર્નેટ કોઇનમાં બે મહિનામાં નાણાં ડબલ કરવાની વાત કરવામાં આવી હતી. અને બિટ કોઇન મારફત રોકાણ કરાવવામાં આવતું હતું. આ ખાતામાં અઢીસો જેટલા બિટ કોઇન હોવાનો અંદાજ છે. પરંતુ કોઇ ઇન્કવાયરી કરવામાં આવી નથી.