સુરત : ગણેશ વિશર્જન (Ganesh visharjan) માટે શહેરમાં બનાવેલા કૃત્રિમ તળાવના (Artifishal Lake) ઓવારેથી કેટલાક વિડીયો (Video) સામે આવ્યા છે.તંત્રના સ્વયંસેવકો વિસર્જન માટે આવેલી ગણેશજીની પ્રતિમાઓને (Ganesh Statues) બહાર લઇ આવી કચરાના ડંપર (Dampar) ખસેડવામાં આવતા ભક્તોની આસ્થા દુભાઈ ગઈ છે.સોશિયલ મીડિયામાં (Social Media) બહોળા પ્રમાણમાં વાયરલ (Vairal) થયેલા આ વિડીયો(Video) જોઈને યુઝર્સ ખુબજ હતાશા છવાઈ ગઈ હતી..જે રીતે પ્રતિમાઓને એક પછી એક લઇ જવામાં આવતી હતી તેની ઉપર અનેક પ્રતિક્રિયાઓ કરાઈ હતી.જેનું કારણ દરેક સમજી જ શકે છે.દસ-દસ દિવસો સુધી બાપ્પાની કરેલી આરાધના જાણે ફોક ગઈ હોઈ તેવું ભક્તો ને લાગી રહ્યું હતું.જોકે આ પ્રતિમાઓને તંત્ર દ્વારા દરિયામાં વિસર્જન કરવા લઇ જવામાં આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
વિડીયો સોશિયલ મીડિયા ઉપર બહોળા પ્રમાણમાં વાયરલ થયો
વિડીયો વોર્ડ નંબર 30 માં વિસર્જનની પ્રક્રિયા માટે બનાવેલ કૃત્રિમ તળાવનો હોવાનું જાણવા માંડ્યું છે.વાયરલ વિડીયોમાં જોતા પહેલી નજરે જણાય છે કે,બાપ્પાની નાની નાની પ્રતિમાઓને બહાર કાઢીને એક ડંપરમાં સ્વયમ સેવકો મૂકી રહ્યા છે.પણ આ પ્રતિમાઓને એક ડંપર ઉપરા છાપરી મુકાઈ છે.આ વિડીયો ને ઉતાર્યા બાદ તેને સોશ્યલ મીડિયા ઉપર મુકવામાં આવ્યો હતો.શુક્રવારે સાંજે આ વિડીયો ખુબ જ તેજીથી વાયરલ થયો હતો.જે જોઈને લોકોને લાગણી રીતસરની દુભાઈ ગઈ હતી.
વાયરલ વિડીયો ઉપર ભક્તોની પ્રતિક્રિયાઓ
વિસર્જનના દિવસે બપોર બાદ વાયરલ થયેલા આ વિડીયોને જોઈ ભક્તો તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા.કેટલાક યુઝર્સ કોમેન કરી રહ્યા હતા કે,શું 10 દિવસની ભક્તિનું આજ ફળ મળ્યુંબાપ્પાની આ પ્રકારની દુર્દશા જોઈને નારાજ થયેલા લોકોએ તંત્ર સામે પણ સવાલો કર્યા છે.કેટલાક લોકોએ કોમેન કરી હતી કે,બાપ્પાને ડમ્પર માં સ્થાન અપાયું !! શું તંત્ર પાસે બીજું કોઈ વાહન ન હતું કે ?? ડંપરની જગ્યાએ ટ્રેક્ટર કે અન્ય કાઉ વાહન પણ હતે તો યોગ્ય ગણાંતે ભક્તોની આસ્થા લેખે લાગતે.આવી અનેક પ્રકારની પ્રતિક્રિયાઓની વણજાર સોશિયલમીડિયા ઉપર લાગી હતી.
વિસર્જન માટે આવે આ પ્રતિમાઓ દરિયામાં લઇ જવાઈ હતી
કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે આવેલ બાપ્પાની આ પ્રતિમાઓને ડુમસ,હજીરા કે પછી સુવાલીના દરિયાના ઓવારા ઉપર વિસર્જિત કરવા માટે લઇ જવામાં આવી રહી હતી.જેના માટે તંત્રએ ડંપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પણ તંત્ર આ વાહન સિવાય બીજું વાહન પણ ઉપયોગમાં લઇ સકતે તેવી ભક્તોની લાગણી હતી. પરંતુ શુક્રવારે વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઇ જતા ડહાપણ કરવામાં કોઈ શાન નથી તેવું પણ ભક્તોએ તેમના મનને માનવી લીધું હતું.જોકે વિડીયો વાયરલ થતા હકીકત તો એજ હતી કે ભક્તોની આસ્થા અને લાગણી પર પ્રહાર થયા હતા.