Gujarat

સામાન્ય માનવી-ગરીબ ગ્રામીણને સેવા સુવિધા માટે ગ્રાન્ટનો ઉપયોગ થાય તે જોવા મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજયના તમામ ડીડીઓની મહત્વની કોન્ફરન્સ યોજાઈ હતી. પટેલે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સને ગાંધીનગરમાં સંબોધન કર્યું હતું અને ગ્રામીણ ક્ષેત્ર સહિત પંચાયતી રાજ વ્યવસ્થાના ત્રણેય સ્તરે નાનામાં નાના માનવીને ગુણવત્તાયુકત સેવા સુવિધા આપીને સરકારની છબી વધુ ઊજાગર કરવાનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, પંચાયતોમાં નાગરિકોને અપાતી પપ જેટલી સેવાઓમાં સરકારે વધુ ૩ર૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવાનું શરૂ કર્યુ છે.

પટેલે જણાવ્યું હતું કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત તમે સૌ નાનામાં નાની સમસ્યા અને તેના સમાધાન માટે પૂરતી જાણકારી ધરાવતા જ હો છો ત્યારે ”મારૂં છે અને મારે કરવાનું છે”ના કર્મયોગ ભાવથી લોકસમસ્યા નિવારવી જોઇએ. એટલું જ નહિ, અરજદાર કે રજૂઆત કર્તાને ઓછામાં ઓછું પેપર વર્ક કરવું પડે, તેની સાથે સૌહાદપૂર્ણ વર્તન વ્યવહારથી તેને સંતોષ થાય તેવી પ્રો-એક્ટિવનેસ પણ જિલ્લાના પંચાયતી વડા અને ટિમ પાસે અપેક્ષિત છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ કામો માટે નાણાંની ઊણપ કે ખોટ રહે નહિ તેવું સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપન સરકારે કરેલું છે. આ નાણાં-ગ્રાન્ટનો પૂરેપૂરો સદુપયોગ લોકહિત વિકાસ કામો માટે થાય તે જોવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસીત ભારતની નેમ સાકાર કરવામાં વિકસીત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા પણ અપિલ કરી હતી.

મુખ્યમંત્રીએ પંચાયત વિભાગે પ્રજાહિતના કામોની જે ગતિ ઉપાડી છે અને યોજનાઓ પૂર્ણતા તરફ લઇ ગયા છે તે માટે પણ સૌને બિરદાવ્યા હતા. તેમણે જિલ્લાઓમાં અમૃત સરોવર નિર્માણ, જળસંચયથી જળ સુરક્ષાના કામો તેમજ પ્રાથમિક જરૂરિયાતના કામો અંગે બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું.

Most Popular

To Top