National

કર્ણાટકના હાવેરીમાં પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 13નાં મોત

નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) હાવેરીમાં આજે શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Road accident) થયો હતો. આ અકસ્માત પુણે-બેંગ્લોર નેશનલ હાઇવે ઉપર બન્યો હતો. અહીં એક વાન અને ટ્રકની ટક્કર થઇ હતી. જ્યારે ટ્રક રોડના કિનારે પાર્ક હતી ત્યારે પુર ઝડપે આવતી એક વાન ટ્રકમાં અફડાયી હતી. ત્યારે આ અકસ્માતમાં વાનમાં સવાર 17 લોકો પૈકી 13 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર શુક્રવારે વહેલી સવારે હાવેરીના બ્યાડગી તાલુકામાં ગુંદેનહલ્લી ચોક ખાતે એક વાન કથિત રીતે ટ્રક સાથે અથડાયી હતી. તેમજ આ અકસ્માતમાં 13 લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર હાવેરી જિલ્લાના બ્યાદાગી ખાતે નેશનલ હાઈવે 48 પર રોડની કિનારે પાર્ક કરેલી ટ્રક સાથે વાન અથડાતાં સવારે 4:45 વાગ્યે આ અકસ્માત થયો હતો.

એક વરિષ્ઠ અધિકારીએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે વાનમાં કુલ 17 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય બેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે ચાર ઘાયલોમાંથી બેને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ રસ્તા પર ઉભેલી ટ્રક સાથે વાન અથડાતા પેસેન્જર વાન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન વાનમાંથી લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને ફાયર વિભાગના જવાનો વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

ચિંચોલી માયમ્માના દર્શન કરીને લોકો પરત ફરી રહ્યા હતા.
હાવેરીના પોલીસ અધિક્ષક અંશુ કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર પીડિતો ચિંચોલી માયક્કા દેવસ્થાનથી શિવમોગ્ગા જિલ્લાના તેમના ગામ યેમેહટ્ટી જઈ રહ્યા હતા. દરમિયાન એક ટ્રક હાઇવેની સાઈડમાં ઉભી હતી. જેને વાન ટ્રાવેલરે પાછળથી ટક્કર મારી હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મૃતદેહોને શબઘરમાં લઈ જવામાં આવ્યા છે અને ઘાયલોને હાવેરી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ મૃત્યુ પામેલા 13 લોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

ગામમાં શોક પ્રસરી ગયો
અકસ્માત બાદ હાવેરીના એસપી અંશુકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ વાનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારે 13 લોકોના મોતના સમાચાર સાંભળીને એમ્મેહટ્ટી ગામના લોકો આઘાતમાં સરી ગયા હતા અને ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ત્યારે મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના હોવાની માહિતી પણ સામે આવી હતી.

Most Popular

To Top