વલસાડ : સુરત-બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનમાં (Train) એક કોચમાં કેટલીક મહિલાઓ હાર-જીતનો જુગાર (Gambling) રમતી હોવાનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો હતો. વિડીયો વાયરલના આધારે રેલવે પોલીસે (Police) ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન (Valsad Railway Station) ઉપર આવી પહોંચતા ટ્રેનના ડબ્બામાંથી સાત મહિલાની ધરપકડ (Arrest) કરી એમની પાસેથી રૂ.4000 રોકડા જપ્ત કર્યા હતા.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતથી બાંદ્રા જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનના આગળના સામાન મુકવાની બોગીમાં હર-જીતનો જુગાર મહિલાઓ રમી રહી હતી. ત્યારે કોઈ યુવાને આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જે વિડીયો ડાયરેક્ટ રેલવે પોલીસ પર પહોંચી જતા રેલવે પોલીસ વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને ઉભી હતી. ટ્રેન આવી પહોંચતા વિડીયોમાં જે મહિલાઓ જુગાર રમતી દેખાતી હતી, તે 7 મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે એમની પાસેથી રૂ.4000 રોકડા જુગારના જપ્ત કર્યા હતા. મહિલાઓ ટ્રેનમાં જુગાર રમીને મજા કરી રહી હતી તે વિડીયો વાયરલ થતા મહિલાઓએ જેલની હવા ખાવી પડી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
અંચેલી ગામમાં ચીકુની વાડીમાંથી વિદેશી દારૂ ભરેલી મોપેડ ઝડપાઈ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ગણદેવીના અંચેલી ગામે ચીકુની વાડીમાંથી 79 હજારના વિદેશી દારૂ ભરેલી મોપેડ ઝડપી પાડી હતી. જ્યારે પોલીસની રેઇડ જોઈ બે આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ગણદેવી તાલુકાના અંચેલી ગામની સીમની નહેરની બાજુમાં આવેલા આશિષભાઈ પટેલની આંબા-ચીકુની વાડીમાં બનાવેલા ડેલુમાં રેઇડ કરી હતી. જ્યાંથી પોલીસને ૭૯ હજારની વિદેશી દારૂની 791 નંગ બાટલીઓ મળી આવી હતી.
પોલીસની રેઇડ જોઈ અમલસાડ મંદિર ફળીયામાં રહેતા વિશાલ નાનુભાઈ હળપતિ અને ગણદેવી તાલુકાના હનપુર ગામે રહેતા વિકાશભાઈ શંકરભાઈ પટેલ ઘટના સ્થળેથી નાસી જતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત દારૂની કાર્ટિંગ કરવા માટે મુકેલી 50 હજાર રૂપિયાની મોપેડ (નં. જીજે-21-બીપી-6782) મળી કુલ્લે 1.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.