ગાંધીનગર: G20 પ્લેટફોર્મ (G20 platform) વિશ્વને (World) કલ્પનાશક્તિનો ઉપયોગ કરવાની અને આપત્તિના જોખમની સમસ્યાને ઉકેલવા માટે નવીન રીતો શોધવાની અનોખી તક આપે છે. આજે ગાંધીનગર ખાતે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ તા. 1લી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ મીટિંગના ઉદ્ઘાટન સત્રમાં ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાએ આજે જણાવ્યું હતું કે, આપત્તિ જોખમ ઘટાડવા માટે સેન્ડાઈ ફ્રેમવર્કમાં ઓળખવામાં આવેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. ગુજરાતમાં આપત્તિના જોખમ ઘટાડવાની કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજવામાં આવે તે યોગ્ય છે, કારણ કે રાજ્યનો ઇતિહાસ છે કે આપત્તિઓ બાદ અનેક સંસ્થાકીય અને ગવર્નન્સ ઇનોવેશન્સ લાવવા માટે માત્ર બહેતર નિર્માણ કરવાનો જબરદસ્ત સંકલ્પ દર્શાવ્યો છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું હતુ કે ભારત નવીન ટેક્નોલોજી અને ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં રોકાણ કરી રહ્યું છે. તેમણે આપત્તિઓનું સંચાલન કરવાના ગુજરાતના અનુભવ અને આપત્તિઓ પછી વધુ સારી રીતે પાછું બાંધવા માટેની વ્યૂહરચના સાથેના તેના સફળ પ્રયોગો પર પ્રકાશ પાડ્યો હતો. G20 મીટિંગના પ્રથમ દિવસે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપના પાંચ મુખ્ય અગ્રતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ્સનું વૈશ્વિક કવરેજ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સને આપત્તિ-સ્થિતિસ્થાપક બનાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતામાં વધારો, DRR માટે મજબૂત રાષ્ટ્રીય નાણાકીય માળખું, મજબૂત રાષ્ટ્રીય અને વૈશ્વિક આપત્તિ પ્રતિભાવ પ્રણાલીઓ અને DRR માટે ઇકોસિસ્ટમ-આધારિત અભિગમોનો વધારોનો સમાવેશ થાય છે.
પ્રતિનિધિઓને ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે આયોજિત સાંસ્કૃતિક પ્રદર્શનો અને સ્ટોલની મુલાકાત લીધી હતી. આ બેઠકના પરિણામથી સુરક્ષિત અને વધુ સ્થિતિસ્થાપક વિશ્વને સુનિશ્ચિત કરવા માટે ભવિષ્યની ક્રિયાઓ માટે રોડમેપ પૂરો પાડવાની અપેક્ષા છે.